સુરતમાં કામરેજના ખોલવડ ગામે 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. વિગતો મુજબ મૃતક બાળકીને સામાન્ય તાવ આવતો હતા પરંતુ સામાન્ય તાવથી મોત થઈ જાય તે ચોંકાવનારી ઘટના બની છે. બાળકીના પિતાએ ઘર પાસે આવેલ ક્લિનિકમાંથી દવા લીધી હતી જે પીધા પછી બાળકીને રાહત થઈ હતી પરંતુ બાદમાં અચાનક જ પેટમાં દુખાવા થયો હતા. બાળકીએ દવા પીધા બાદ થોડી રાહત થઈ હતી ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું અચાનક જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ પોલીસને કરાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ 3 વર્ષની બાળકીનું મોતથી ખોલવડમાં માતમ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દવા પીધા બાદ બાળકીને પેટમાં દુખાવો થયો હતો જેને લઈ પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.