GMERS કોલેજો ની તબીબી સ્નાતક ની ફી મા વધારો પાછો લેવા ABVP દ્વારા સમગ્ર ગુજરાતની GMERS કોલેજ કેન્દ્ર પર આવેદન આપી સરકારને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતભરની 13 GMERS કોલેજો પર ABVP એ આવેદનો આપ્યાં હતા.ગત તારીખ 20 જુલાઈ 2023, ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જીએમઈઆર સોસાયટી ની સહી વાળા પરિપત્ર થકી વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા મા આવેલ. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા 20/07/2023 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્ય ની 13 GMERS મેડિકલ કોલેજ ની ફી મા વધારો કરવામાં આવ્યો . જેમા ફી સરકારી કોટા માં 3.30 લાખ થી વધી ને 5.50 લાખ મેનેજમેન્ટ કોટા માં 9 લાખ થી 17 લાખ જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.
વિધાર્થી પરિષદ દ્વારા આ નિર્ણય નો સખત વિરોધ કરવામાં આવ્યો હતો , જેના થકી તબીબી ક્ષેત્રમાં જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ને સુલભ વ્યવસ્થા મળી રહે. GMERS ની સ્થાપના જ વિદ્યાર્થીઓને સારુ અને સસ્તુ શિક્ષણ મળી રહે તે માટે જ થઈ હતી. આમ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાત ભરનાર 13 GMERS ના કોલેજ કેન્દ્રો પર આવેદન આપી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.જે માંગ સરકાર શ્રી દ્વારા ધ્યાન મા લઇ વિધાર્થી હિત ને ધ્યાનમાં રાખી ને સરકાર શ્રી દ્વારા હાલ આ ફી વધારાને મોકુફ રાખવામાં આવેલ છે.
ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે જણાવે છે કે , “GMERS કોલેજો મા નો ફી વધારો પાછો ખેંચવા વિધાર્થી પરિષદ દ્વારા ખુબ જ પ્રયત્ન કરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર શિક્ષણ જગતના હિતને ધ્યાનમાં રાખીને ફી વધારા ને રદ કરતો નિર્ણય લીધો છે. જે નિર્ણય સ્વાગત યોગ્ય છે.