નીડ’ વિદ્યાર્થીઓની કે પછી સંચાલકોની…!વિદ્યાર્થીઓના પ્રવેશના નામે માત્રને માત્ર સંચાલકોના ફાયદાની ગોઠવણી એટલે ‘નીડ’

Spread the love

NSUI રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી

અમદાવાદ

NSUI રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું વધુ એક નાટક વિદ્યાર્થીઓના પ્રવેશના નામે માત્રને માત્ર સંચાલકોના ફાયદાની ગોઠવણી એટલે ‘નીડ’.‘નીડ’ વિદ્યાર્થીઓની કે પછી સંચાલકોની !ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ જ વધુ એક વાર પ્રવેશ પ્રક્રિયા ધો-૧૨ ના પરિણામને બબ્બે મહિના વીતી ગયા છતાં હજી પૂર્ણ કરી શકતા નથી. છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમય છતાં યુનિવર્સિટી સત્તાધીશો સરળ અને ઝડપી પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા ગોઠવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. જેનો સીધો ફાયદો ખાનગી કોલેજોને થઈ રહ્યો છે.

એક તરફ સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થઓના પ્રવેશની બેઠકો ખાલી અને બીજીબાજુ ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આજે પણ ખાનગી કોલેજ – યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાની ફરજ પડી રહી હોવાનો આક્ષેપ કરતા એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો આડેધડ નિર્ણયો કરવામાં પંકાયેલા છે. કોલેજોની મંજુરી હોય કે પછી ફી વધારો હોય કે પછી વિદ્યાર્થીઓને દંડીત કરવાના હોય કે પછી પરીક્ષાઓમાં ગેરરીતિ-કૌભાંડનો મામલો હોય તે ગુજરાતની યુનિવર્સિટીઓની ઓળખ બની ગઈ છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે હોય, ખાનગી યુનિવર્સિટીઓને ઉંચી ફી ઊઘરાવીને મોટા ભાગના વિદ્યાર્થીઓને ભરી દીધા હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓના નામે સંચાલકોના ફાયદા માટે ‘નીડ’ના નામે ગોઠવણ બંધ કરે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મેરીટ ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પ્રથમ પસંદગી એવા ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી.આઈ.ટી. અને એમ.બી.એ. અભ્યાસક્રમના શરૂઆતથી જ બેઠકોની સંખ્યા માંગ પ્રમાણે વધારો કર્યો હોત તો આજે ઉંચા મેરીટ ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં ઉંચી ફી એટલે કે દોઢ દોઢ લાખ રૂપિયા જેટલી અધધ ફી ભરીને પ્રવેશ મેળવવા મજબુર થવુ ના પડત ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો નીડના નામે સંચાલકોના ફાયદા માટે ખોટા નિર્ણય કરવાનું બંધ કરશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com