પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગના બે વ્યકિતને પકડતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર  દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ.સુથારની ટીમના પો.સ.ઈ. એ.કે.પઠાણ તથા એ.એસ.આઈ.વિષ્ણુકુમાર તથા અ.પો.કો. વસીમભાઇ દ્વારા નજર ચૂકવી ચોરી કરતાં આરોપી (૧) રફીક ઉર્ફે પતલી વાજુદ્દીન અંસારી ઉં.વ. ૪૪ રહેવાસી રહે- એ-વન નગરની ચાલી,ફતેવાડી કેનાલ પાછળ,ઇબ્રાહીમ પાછળ સરખેજ અમદાવાદ શહેર તથા નં.(૨) સરબીલનખાન ઊબિલ્લુ સુબેદારખાન પઠાણને વેજલપુર એકતા મેદાન પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૦.૦૦૦ તથા ઓટો રિક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ બંને આરોપી (૧) રફીક ઉર્ફે પતલી વાજુદ્દીન અંસારી(૨) સરબીલનખાન @બિલ્લુ સુબેદારખાન પઠાણ તથા નહી પકડાયેલ ઇસમ અબ્દુલ ઉમરભાઇ અરબ રહેવાસી ફતેવાડી કેનાલ સરખેજ ભેગા મળી તેના કબ્જાની ઓટો રીક્ષા નંબર જીજે-૩૮ ડબ્લ્યુ- ૩૮૩૫ માં કાલુપુર સર્કલથી પેસેન્જરને રીક્ષામાં બેસાડી આરોપીઓએ પેસેન્જરની નજર ચૂકવી તેઓના થેલામાં રહેલ એક લાખ રૂપિયા રોકડા ૧,૦૦,૦૦૦/-ની ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે બાબતે ખાત્રી તપાસ કરતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાર્ટમાં ધી ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ નો ગુનો દાખલ થયેલ છે. આરોપીઓને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com