GJ-18 મહાનગરપાલિકામાં ભણ્યા બાદ કરોડોની અબજો રૂપિયા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ગ્રાન્ટો વિકાસ માટે આપી રહી છે. ત્યારે આ ગ્રાંટોમાં જે રોડ રસ્તા અને ગટરના કામો હાલ પાટનગર યોજના પાસે છે, મનપા નાણા મોકલે એટલે રોડ રસ્તા બની જાય ત્યારે કરોડ જોખમી બની ગયો છે, કરોડથી એટલે કે વાવોલના હોટેલ લીલાંથી રાંધેજા ચોકડી સુધીનો રોડ તૂટી તો ગયો છે પણ સર્કલો ઉપર તો કપચી બહાર આવી જતા રોજબરોજ પંચરના બનાવો બનવા પામ્યા છે ત્યારે સેક્ટર 24 ખાતે હે તો ત્રણ મહિનાથી તૂટેલા ગટરના ઢાંકણા નું લેવલ થઈ ગયું પણ ઢાંકણું નાખવાનું બાકી રાખ્યું છે કારણ કે હજુ આનું પણ લોકાર્પણ કરવાનું થાય ને? કા પછી કોઈ પડે ત્યારે તુરંત જ ઢાંકણું નખાવી દઈશું, ત્યારે કોઈ વાહન ચાલક પડે તેની રાહ જોવાઈ રહી છે, જે ગ-રોડ થી જાવ એટલે ગ-૫ પાસે થી સેક્ટર 24 તરફ જતા તમને જોવા મળે,
ક -રોડ ખાતે પણ ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાથી જેમ તેમ તંત્ર કામ કરીને જતું રહ્યું છે ત્યારે તગડો ટેક્સ ભરવા છતાં રોજના આ ધાંધીયાથી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે ક – રોડ પર ગમે ત્યારે વાહન ચાલક પડે તેવી સ્થિતિ છે અને વરસાદમાં રાત્રે દેખાય પણ નહીં જેથી તાકીદે આ ઢાંકણા નખાવો તેવી માંગ ઉઠવા પામી છે,
બોક્સ :-
ગ – રોડ, ક – રોડ પર અનેક જગ્યાએ ઢાંકણા તૂટી ગયા હોય અને ઘણી જગ્યાએ ગટરનું લેવલ કરેલ પણ ઢાંકણા ના નાખતા હવે શું લોકાર્પણ કરવાની રાહ જોવાઈ રહી છે? પ્રજાત્રસ્ત અને વાહન ચાલકો રોડ રસ્તા પરથી જઈ રહ્યા છે ત્યારે ગભરાટ ભર્યું વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ,