સી આર પાટીલે નામ લીધા વગર વિરોધીઓને સખણા રહેવાની શિખામણ આપી

Spread the love

સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધીઓને ચેતવણી આપી છે. નામ લીધા વગર સીઆર પાટીલે મંચ પરથી આ ચેતવણી આપી હતી. નામમ લીધા વગર પાટીલે વિરોધીઓને સલાહ આપતા જણાવ્યું કે, પોતાને સંસ્થાથી ઉપર ના સમજવું. તમે સક્ષમ છો એટલે જવાબદારી મળી એવું સમજવું. સક્ષમ છો તો તમને જ જવાબદારી મળે તેવો આગ્રહ ના રાખવો. જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આવું ના થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. સક્ષમ હોવા છતા જવાબદારી ન આપી તેવા ભાવ ના હોવા જોઈએ. નિરાશા થાય તેની મન અને શરીર પર અસર થાય છે. સુરતમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા શંખનાદનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સીઆર પાટીલની ઉપસ્થિતિમાં લાયન્સની 20મી નવી ડીસ્ટ્રીક કેબિનેટ શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ કમિટીના વિવિધ સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં સીઆર પાટીલનો વિરોધીઓને ગર્ભિત ઈશારો કર્યો હતો. તેઓએ નામ લીધા વગર વિરોધીઓને સખણા રહેવાની શિખામણ આપી હતી. સીઆર પાટીલે કહ્યું કે, સંસ્થાથી ઉપર સમજવું નહિ. તમે સક્ષમ છો એટલે જવાબદારી આપી છે એવું સમજવું નહિ. RSS માં પણ આજ સંસ્કાર આપવામાં આવે છે. તમે સક્ષમ છો એટલે જવાબદારી તમનેજ મેળવી જોઈએ તેવો આગ્રહ રાખવો નહિ. પરંતુ જે જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવા પ્રયત્ન કરવો જોઈએ. જો આવું ન થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. હું સક્ષમ છું છતાં મને જવાબદારી ન આપી એવી ભાવના મનમાં થઇ જાય અને ત્યારે જો જવાબદારી નહીં મળે તો નિરાશ થાય છે. તેની અસર તેમના મન પર થાય છે શરીર પર થાય છે. પાટીલે વધુમાં કહ્યું કે, 2024 ચૂંટણી સુધી લગ્ન કે આવા કોઈ કાર્યકર્મમાં જઈશ નહીં. પણ લાયન્સ ગ્રુપના સભ્યોનો આગ્રહ હતી એટલે આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com