ગાંધીનગરના લેકાવાડા ખાતે અમિત શાહનાં હસ્તે NSGના પાંચમાં પ્રાદેશિક હબનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

Spread the love

દેશમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG) 24 x 7 તૈયાર રહે છે. સમગ્ર દેશમાં NSG નાં કુલ ચાર પ્રાદેશિક હબ મુંબઈ, હૈદરાબાદ, કોલકત્તા તથા ચેન્નઈમાં હાલ કાર્યરત છે. NSG નું પાંચમું પ્રાદેશિક હબ ગાંધીનગરના લેકાવડા ખાતે તૈયાર કરવામાં આવશે. જેનું ભૂમિ પૂજન NSG ના DG એમ.એ. ગણપથીએ કર્યું. સાથે જ અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. DG એમ.એ. ગણપથીએ જણાવ્યું કે, આ પ્રાદેશિક હબ હાલમાં અમદાવાદમાં સ્થિત છે અને જે આવનારા દિવસોમાં લેકાવાડા, ગાંધીનગર ખાતે ખસેડાશે. લેકાવાડા ખાતે 60 એકરમાં નિર્માણ પામનાર 30 સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રુપ (SCG) ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે 24 x 7 તૈયાર રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, જૂથ દ્વારા તેમના જવાબદારીના ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ નિયમિત આતંકવાદ વિરોધી તાલીમ, બિલ્ડિંગ/ટ્રેન/બસમાં થતી આતંકવાદી પ્રવત્તિઓને નાથવા અને બોમ્બ નિષ્ક્રિયકરણ તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં, આ જૂથે મોસ્કોથી ગોવા જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બ થ્રેટ ન્યુટ્રાલાઈઝેશન ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું, જેનું જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) એ આતંકવાદના ગંભીર કૃત્યને નિષ્ફળ બનાવવા માટે ઊભુ કરાયેલ સજ્જ અને પ્રશિક્ષિત દળ છે. આતંકવાદને ડામવા માટે અસાધારણ સંજોગોમાં જ આ દળને તૈનાત કરવામાં આવે છે. શ્રેષ્ઠતા, શૂન્ય ભૂલ, સામેથી લીડ, ઝડપ, ચપળતા અને ચોકસાઈ જેવા નૈતિક ગુણો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ધરાવે છે. દેશને આતંકવાદની પ્રવૃત્તિઓથી સુરક્ષિત રાખવાની વિશિષ્ટ જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડને સોંપવામાં આવી છે. આ એક ટાસ્ક-ઓરિએન્ટેડ ફોર્સ છે અને તેમાં સ્પેશિયલ એક્શન ગ્રુપ (એસએજી), સ્પેશિયલ રેન્જર ગ્રુપ (એસઆરજી), સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રુપ (એસસીજી) જેવા ખાસ દળો છે. NSG દ્વારા અત્યાર સુધીમાં આતંકવાદ સામેના અનેક ઓપરેશનો સફળતા પૂર્વક બહાર પાડ્યા છે. અમૃતસરનું ઓપરેશન બ્લેક થંડર- I અને II, પંજાબના સરહદી જિલ્લાઓમાં ઑપરેશન ક્લાઉડ બર્સ્ટ, અક્ષરધામ મંદિર, ગાંધીનગર ખાતે ઓપરેશન વજ્ર શક્તિ, છત્તીસગઢનું ઓપરેશન ચક્રવ્યુહ, 26 નવેમ્બર 2008 મુંબઈનું ઓપરેશન બ્લેક ટોર્નેડો અને પઠાણકોટનું ઓપરેશન ધંગુ સુરક્ષા જેવા અનેક ઓપરેશનો થકી NSG એ આતંકવાદ સામે રાષ્ટ્રની સુરક્ષા કરી છે. ગાંધીનગર ના લેકાવાડામાં કાર્યક્રમમાં એન.એસ.જી હેડકવાટરના આઈ.જી દિપક ખેડીયા, ગાંધીનગર ક્ષેત્રીય હબના ગ્રુપ કમાન્ડર કર્નલ જય રામસિંગ તથા એન.એસ.જીના ઉચ્ચ અધિકારીઓ-કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં ભૂમિ પૂજન કરવામાં આવેલું અને ભવિષ્યનું એનએસજી ઓપરેશનલ હબ ન માત્ર આતંકવાદી ગતિવિધિઓને કાબુ કરવા પરંતુ ગુજરાત રાજ્યના હજારો યુવાનો અને યુવતીઓને ટ્રેનિંગ પણ આપશે અને અનેક યુવક યુવતીઓને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા પણ પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com