પ્રતિબંધ હોવા છતાં જામનગરના હાપા યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું

Spread the love

હાલ રાજ્યમાં ટામેટા બાદ લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના એક વિવાદે ભારે ચર્ચા જગાવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઈનાનું લસણ વેચાવા આવ્યું છે. જે બાદ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનાના લસણનો વેપારીઓએ વિરોધ કર્યો છે. વેપારીઓને જાણ થતાં ચાઈનાનું પ્રતિબંધિત લસણ પરત મોકલવામાં આવ્યું છે. અંદાજિત સવા લાખના લસણની ખરીદી ન કરીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત દેશના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે સરકારને પણ તકેદારી રાખવાની અપીલ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ચાઇનાના લસણનો 50 ગુણી જેટલો માલ પરત મોકલવામાં આવ્યો છે. ચાઇનાનું લસણ પ્રતિબંધ હોવા છતાં વેચાણ માટે જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવ્યું હતું. બાદમાં વેપારીઓને ધ્યાને આવતા હરાજીનો વિરોધ દર્શાવી લસણ પરત કરવામાં આવ્યું. આપને જણાવીએ કે, ભારતમાં ચાઇનાના લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઇના દ્વારા આ લસણને દુબઈ મારફતે ફ્રી ડ્યુટીથી ભારતમાં ઘૂસેડવામાં આવી રહ્યું છે અને મુંબઈ ખાતેથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં અને યાર્ડ ખાતે આ ચાઇના લસણનું વેચાણ કરવા મોકલી આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના યાર્ડ દ્વારા પ્રતિબંધિત આ ચાઇના લસણને પરત મોકલવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે આજે પ્રથમ વખત જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવતા વેપારીઓએ પણ વિરોધ દર્શાવી લસણની ખરીદી કરી નથી અને ચાઇનાના લસણનો બહિષ્કાર કર્યો છે. નોંધનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસોના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો માલ વેચવા માટે આવતા હોય છે. જેના ભાગરૂપે બે દિવસ પહેલા 247 ખેડૂતો કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, અજમો સહિતની જણસોના વેચાણ અર્થે આવ્યા હતા. જેને લઈને યાર્ડમાં 8,867 જુદી જુદી જણસ ઠલવાઈ હતી. જેમાં સૌથી વધુ લસણ ઉપરાંત ઘઉની આવક થવા પામી હતી. 2,673 મણ લસણ યાર્ડમાં ઠલવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com