આણંદ કલેકટરની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સહિત ત્રણની ધરપકડ

Spread the love


જિલ્લા કલેકટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં અંતે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કલેકટરની અશ્લીલ હરકતમાં કેમેરામાં કેદ થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ કલેકટરની રંગરેલિયા મનાવતી વિડીયો ક્લીપ વાયરલ થવાની ઘટના અંગે ગુજરાત એટીએસએ ફરીયાદ નોંધી છે. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને હર્ષ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આણંદના તત્કાલિન કલેક્ટરના વીડિયો મુદ્દે તપાસ તેજ થતા આગામી સમયમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, કલેક્ટર ઑફિસકાંડનો વીડિયો CMO સુધી પહોંચ્યો હતો. કલેક્ટર ઑફિસમાં કોણે સ્ટીંગ કરાવ્યું તેની તપાસમાં આજે મોટા ખુલાસા થયા છે. તત્કાલીન કલેક્ટર ડી.એસ.ગઢવીએ અશ્લિલ હરકતો કરી હતી તે સત્ય છે. જો કે, તેમને આ રીતે કેમ ફસાવવામાં આવ્યા તે પણ મોટો પ્રશ્ન છે. ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવતાં મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો વધારાનો ચાર્જ સોપંવામાં આવ્યો છે. હાલ મિલંદ બાપના આણંદના ડિસ્ટ્રિક્ટ ડેલપમેન્ટ ઓફિસર છે. તેઓ મૂળ રાજસ્થાનનાં ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ બેગ્લોર ખાતેથી બિઝનેશ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને વર્ષ 2017માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે. મિલિંદ બાપના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com