કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત ટેન્ટસીટી-2 ખાત મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (MSDC) ની બેઠકમાં બેઠક યોજાઇ હતી.જેમાં કાઉન્સિલ સાગરમાલા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના લોથલમાં ડેવલપમેન્ટ ઓફ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભારતમાં આવેલા બંદરો મોટી નદીઓના જોડાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનું કંડલા પોર્ટ હવે ભારત નું પ્રથમ મેગા પોર્ટ બનશે તેમ કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય જળમાર્ગ પડકારોનો વિકાસ અને રોપેક્સ ફેરી શહેરી પેસેન્જર જળમાર્ગ પરિવહન, રોડ અને રેલ પોર્ટ કનેક્ટિવિટી, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સફળતાની વાર્તાઓ અને રાજ્ય મેરીટાઇમ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ પડકારો પર ચર્ચા કરાશે. જયારે ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર સહિત શ્રીપદ નાઈક, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ એન્ડ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, માંકલ વૈધ, શાંતાનુ ઠાકુર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટર ફોર ફિશર્સ, પોર્ટ એન્ડ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ, ગવર્મેન્ટ ઓફ કર્ણાટક સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહતા હતા.
છેલ્લા 60વર્ષો કોંગ્રેસ સરકારે રાજ કર્યું પણ અમારા નોર્થ ઇન્ડિયાનાં રાજ્યોનો કોઈ વિકાસ થયો નહોતો. વિકાસ થયો તો આ 9 વર્ષ પહેલા મંત્રીઓને મળવા જવા દિવસો અને મહિના નીકળી જતા હવે કેન્દ્રીય મંત્રી પણ પ્રજા વચ્ચે રહે છે. હાલ કોંગ્રેસ દિશા વગર ની થઈ ગઈ છે – સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી