ગુજરાતનું કહેવાતું GJ-18 એવા ઘ -5 ખાણીપીણી બજાર એ નગરજનોનું હાર્દસમુ છે, ત્યારે ખાણી-પીણી બજારમાં બહારથી આવેલા અનેક લોકોએ અહીંયા નોનવેજની શટરો ખોલી દેતા અનેક વેજીટેરિયન નાસ્તા ,જમવાના શટરો હવે પાડવાનો સમય આવી ગયો છે, ત્યારે શ્રાવણ મહિનામાં જોવા જઈએ તો નોનવેજ બંધ કરાવવા વિએચપી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને GJ- 18 ખાતે શહેરમાં નોનવેજ વેચવા પર પ્રતિબંધ અથવા બંધ કરવા હાંકલ કરી હતી, ત્યારે વીએચપી દ્વારા આપેલા આવેદન પત્રની અસર કે પીપૂડી વાગી નથી, ત્યારે નોનવેજની હાટડીઓ વાળા બેફામ થઈ ગયા છે ,એક ખુલ્લી ત્યાં બીજી અને ત્રીજી ત્યારે આવનારા દિવસોમાં પાવભાજી થી લઈને ગુજરાતીઓના ભોજન ઉપર તરાપ હોય તેમ ચોપાટી બજાર નોનવેજ ચોપાટી થઈ જાય તો નવાઈ નહીં ,ત્યારે નોનવેજ ની દુકાન જે જગ્યાએ ખૂલતાં તેની આજુબાજુના તમામ વેપારીઓને ત્યાં લોકો ખાવાથી પણ દૂર ભાગી રહ્યા છે,
આલિયા ,માલિયા, જમાલિયા બીજા રાજ્યમાંથી આવીને નોનવેજનું વેચાણ કરતા વર્ષો જૂના ઘ-૫ ચોપાટી ના ડામચા અલી ગયા છે, અનેક ગુજરાતી ભોજન ,પંજાબી ,સાઉથ ઇન્ડિયન ,આ બધા ભોજન ખાવાવાળા બાજુમાં નોનવેજ વેચાતું હોવાથી દૂર ભાગી રહ્યા છે ,ત્યારે મહાનગરપાલિકાએ આ તત્વરીત બંધ કરાવવાની પણ લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે,
બોક્સ :-
ઘ -૫ ચોપાટી કે નોનવેજ ચોપાટી? વર્ષો બાદ અહીંયા એક પણ નોનવેજની હાટડી ન હતી અને હવે ત્રણથી ચાર હાટડીઓ શરૂ થતા ચોપાટીનો ચરખો હવે ધીમો પડી ગયો છે,
ગુજરાતી ભોજનથી લઈને વેજીટેરિયન ખાવાવાળા લોકો બાપુમાં નોનવેજની વાસથી દૂર થઈને હવે ચોપાટીમાં જમવા જતા નથી, ત્રણ થી ચાર નોનવેજ ના કારણે 200 વેપારીઓ ના શટરો પડી જાય તેવી સ્થિતિ ,તંત્ર એ મંજૂરી પણ આપી નથી,