દેશમાં એવા પણ લોકો છે કે જૂની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે ,ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ તરીકે કામ કરતા પ્રકાશ ચંદ્ર કે.સોની દ્વારા વર્ષોથી પોતે 500,1000 થી લઈને 2000ની નોટોનું કલેક્શન પોતે 999 નંબર તથા 786 આવા અનેક નંબરોના કલેક્શન માટે જાણીતા છે ,ત્યારે અગાઉ પોતાની પાસે 500 તથા 1000 ની નોટોનું મોટું કલેક્શન 786 ,111,999,111,222 વગેરે હતી, પણ સને 2017માં નોટબંધી થતાં તેમની પાસે 3,50,000 ની રકમ ની ચલણી નોટો બેંકમાં જમા કરાવવી પડી હતી, ત્યારે નોટો જમા કરાવતા આંખમાં આંસુ પણ આવી ગયા હતા ,ત્યારબાદ ફરી મહેનત કરીને 2,000 ની નોટોનું કલેક્શન લકકી નંબરો ભેગા કરવા માંડ્યા, ત્યારે આ ભેગા કરવાનું કારણ એને આશય ફક્ત ને ફક્ત ગિનિસ બુક, લીમકા બુક, ઇન્ડિયા બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની આ ઈચ્છાથી વર્ષોથી મહેનત નોટબંધી અને બીજી 2000 ની નોટ હવે બંધ થવાની હોવાથી પોતે જે કલેક્શન કર્યું હતું, તે હવે મહેનત નિષ્ફળ જતા પોતે 45 વર્ષથી આવી નોટો શોધી શોધીને જે નોટો લકી નંબર વાળી હોય તે ઊંચા પૈસા આપીને પણ મેળવી લે ,ત્યારે હવે જેમ મૂર્તિ લાવીએ અને નદીમાં પધરાવવા જઈએ તેવું નોટો ના કલેક્શનમાં ઘાટ થયો છે ,પોતે ધનતેરસ, ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, ઈદના તહેવારોમાં પણ પૂજા કરે અને હવે એ લક્ષ્મીને બેંકમાં જમા કરાવતા હિંમત નથી ચાલતી, પણ શું કરું? ત્યારે દુઃખ વ્યક્ત કરીને પોતે પૈસા જમા કરાવવા જઈ રહ્યા છે ,ત્યારે નામ પ્રકાશ અને દરેક મહેનત બાદ “કાશ” ઉભો થઈ ગયો ,ત્યારે ચલો આગે ઔર દૂસરા કલેક્શન કરે કે નયા સિલેક્શન લગે, આ સ્ટોરીની અને જે વ્યક્તિએ આટલા વર્ષો મહેનત કરી છે, તેનું દુઃખ, મહેનત ઘણું બધું કહી જાય છે, ત્યારે લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો પ્રકાશભાઈ..
બોક્ષ :-
વ્યવસાયે એડવોકેટ છતાં 45 વર્ષથી નોટો જે લકકી નંબરની હોય તે કલેક્શન ,સિલેક્શન થવા કરે ,પણ નોટબંધી અને 2 હજાર ની નોટ બંધ થવાના આદેશ બાદ ભારે હૈયે હવે આ નોટોને બેંકમાં પધરામણી કરવી પડશે, આ નોટો અગાઉ 2017માં 500,1000ની જમા કરાવવા ગયા, ત્યારે આંસુ આવી ગયા હતા, હવે બીજી વાર દુઃખદ પ્રસંગ બાદ હવે પ્રકાશભાઈ લગે રહો મુન્નાભાઈ ની જેમ ફરી લાગી જાઓ.