દેશમાં કોરોના સ્થિતિ વણસી છે, અને લાખોમાં આંકડો પાર થઈ ગયો છે. ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્લીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતિ, તેમણે જણાવ્યુ હતું કે, દિલ્હીમાં હાલ 13500 બેડ છે. જેમાંથી 6500 હસ્તગત કરાયા છે. દિલ્હી સરકાર દરરોજ 20 હજાર ટેસ્ટ કરાવી રહી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં કેન્દ્રએ અમને આંગડી ચીંધીને ટકોર કરતાં દિલ્હીમાં કેસ વધ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી અને બેઠકો કરવાનો નિર્ણય કર્યો હતો. સંક્રમણના કેસમાં દિલ્હી દેશમાં બીજા નંબરે છે. ત્યારે ગૃહમંત્રિની સૂચના તથા બેઠકમાં તમામ લોકોના મંતવ્યથી રોજના 20 હજાર ટેસ્ટ કોરોનાના કરવામાં આવે છે.