ગુજરાતમાં ટૂંક જ મહિનાઓમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયતોની આવનારી ચૂંટણીમાં હવે આપ પણ તેમના ઉમેદવારો ઉભા રાખે તેવી વકી છે. દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત એન્ટ્રી મળશે તેવું સૂત્રો જણાવે છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલીયાની એન્ટ્રી થઇ ગઇ છે, અને ભાષણમાં ફાયર બ્રાન્ડ ધરાવતા અને લોકોના મગજમાં ભાષણ ઉતારવાની તેમનામાં આવડત છે. પ્રજાને શુ જોઈએ છે? કયા પ્રશ્નોથી પ્રજા વિચલિત છે તે તમામ પારદર્શક એ જીણી જીણી માહિતી મેળવીને ગુજરાતમાં AAP નો ટેમ્પો જમાવવા કવાયત તેજ કરી છે.
ગુજરાતમાં બિલ્લી પગે પગપેસારો કરનારી આપ પાર્ટીમાં ક્વોલિટી કાર્ય કરો હવે મેદાનમાં આવશે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના નામ હાલ ટોપ લેવલે ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં વર્ષો જૂના કાર્યકરોને ટિકિટ નહીં મળતા અને કામો ન થતાં મનપા ઘણીજ ઉગ્રતા જોવાઇ રહી છે, ત્યારે વર્ષો જૂના કાર્યકરોને હડસેલીને નવાને ટિકીટ ફાળવતાં જુના કાર્ય કરો નારાજ છે, ત્યારે હવે ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લાપંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાના એંધાણ વર્તાય છે, ત્યારે કોઈપણ પક્ષ તમામને ટિકિટ આપી શકવાનો નથી ત્યારે વિરોધીઓ અને નારાજ કાર્ય કરો કમળ અને પંજા ને છોડી ને જાડુ પકડે તો નવાઈ નહીં.