વિરોધપક્ષના નેતા પરેશધાનાણીના અમરેલીના ગામડાઓમાં ઈયળના આક્રમણથી ભોજન ખાટલા પર બેસીને બનાવવું પડે છે

Spread the love

કોરોના વાયરસના પછી તીડનું આક્રમણ, અને હવે અમરેલી જિલ્લાના ધારીના કાંગ્રસા ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી જંગલી ઈયળોએ ગામ લોકો પર આક્રમણ કર્યું હોય તેવા દુશ્યો સામે આવી રહ્યા છે. ચોમાસાનો વરસાદ પડતાની સાથે જ ગામમાં જંગલી ઈયળોનું આક્રમણ થયું હતું. ઈયળો પાંચથી છ દિવસમાં આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ગામમાં આવેલા ઘરો, દીવાલો, રસ્તા અને ઓટલા પર ઈયળો જોવા મળે છે. ગામમાં એક જગ્યા એવી નહીં હોય કે, જ્યાં ઈયળોએ દેખા ન દીધી હોય. ઈયળો લોકોના ઘરની અંદર પણ ઘૂસી ગઈ છે. જેના કારણે લોકોને તેમના ઘરમાં પગ મૂકવો મુશ્કેલ થઇ ગયો છે.

ઈયળોના આક્રમણના કારણે સૌથી વધારે કપરી સ્થિતિ ગૃહિણીઓની થઇ રહી છે. કારણ કે, મહિલાઓએ ખાટલા પર કે, પલંગ પર ચૂલા મૂકીની રસોઈ બનાવવી પડે છે. લોકો જ્યારે જમવા બેસે છે ત્યારે પણ તેઓને ઇયળોનો ત્રાસ સહન કરવો પડે છે. ક્યારે તો લોકોના ભોજન પણ ઈયળો પડે છે. ઈયળના ત્રાસથી કંટાળી ગયેલા ગામમાં લોકો પોતાના કામ ધંધાઓ છોડીને ઈયળનો નાશ કરવા માટે અલગ-અલગ કીમિયાઓ પણ અપનાવી રહ્યા છે.

છતાં પણ તેમને આ જંગલી ઈયળથી છૂટકારો મળતો નથી. કેટલાક લોકો સાવરણા અને સાવરણી લઇને ઘરમાંથી ઈયળોને બહાર કાઢે છે પરંતુ ગણતરીના સમયમાં ઈયળ ફરી ઘરમાં પહોંચી જાય છે. તો કેટલાક લોકો જંતુનાશક દવા અને કેરીસીનનો પણ છંટકાવ કરે છે. છતાં પણ તેઓને ઈયળથી મૂક્તિ મળતી નથી.

આ ઈયળોએ માત્ર કાંગ્રસા જ નહીં પરંતુ ધારીના સુખપુર, દલખાણીયા અને ગોવિંદપુર સહિતના ગામડાઓમાં છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં ત્રાટકે છે. ગામમાં આગેવાનું કહેવું છે કે, આ બાબતે સંબંધીત અધિકારીઓને માહિતી આપવામાં આવી છે. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી.

સુખપુર ગામમાં સરપંચનું કહેવું છે કે, કેરોસીનના છંટકાવથી ઈયળો પર નિયંત્રણ મેળવી શકાય છે પરંતુ કેરોસીન ક્યાય મળતું નથી. ગામના લોકોનું કહેવું છે કે, આ ઈયળો નજીકમાં રહેલા ગીરના જંગલમાંથી આવે છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગામમાં ઈયળોનું આક્રમણ થાય છે અને ધીમે-ધીમે આ ઈયળ આગળના ગામડાઓમાં પણ પ્રવેશ કરે છે.

કાંગ્રસા ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે, ઈયળોનો ત્રાસ એટલો છે કે, જયારે અમે લોટ બાંધતા હોય અથવા તો શાક વઘારતા હોઈએ ત્યારે તેમાં પણ ઈયળો પડે છે. જમવા બેસીએ તો થાળીમાં ઈયળ પડે અને પાણી પીવા જઈએ તો ગ્લાસ પર ઈયળ ચોટેલી જોવા મળે છે. ઈયળો કરડે એટલે શરીર પર ફોડલીઓ થઇ જાય છે.

અશ્વિનભાઈ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, દવાનો છંટકાવ કરવાથી અમૂક ટકા ઈયળો મરી જાય છે. પણ બે દિવસ થાય એટલે ફરીથી ઈયળો વધવા લાગે છે. પહેલા ગામથી થોડે દૂર થોડી-થોડી ઈયળો દેખાતી હતી પરંતુ વરસાદ ઓછો થયો એટલે ઈયળો વધવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com