રાહુલને બંગલો ફાળવાયા બાદ 15 દિવસમાં તેણે તેની સંમતી આપવી જરૂરી હતી પરંતુ તે સમય મર્યાદા પુરી થયા બાદ હવે રાહુલ ગાંધી તરફથી કોઈ નવા બંગલા અંગે માંગણી થાય તેની રાહ જોવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી હાલ નવા વિકલ્પની તલાશ કરી રહ્યા છે. તેઓએ 16 ઓગષ્ટના રોજ સાત સફદરગંજ રોડ પરના એક સરકારી બંગલા નિહાળવા ગયા હતા. આ બંગલો પહેલા મહારાજા રણજીતસિંહનો હતો અને લાંબા સમયથી તે ખાલી છે.
મહારાજા રણજીતસિંહ ગાયક્વાડ 1980માં સાંસદ બન્યા હતા અને 1989 સુધી રહ્યા પછી તેમના વારસદારો આ બંગલામાં રહેતા હતા પરંતુ બાદમાં અદાલતના આદેશથી તેમને આ બંગલો ખાલી કરવો પડયો હતો. રાહુલ ગાંધીને 2005માં તેમને 12 તુગલક રોડ પરનો બંગલો ફાળવાયો હતો જેમાં તેઓ અત્યાર સુધી રહેતા હતા પણ સાંસદપદ ગુમાવ્યા બાદ આ બંગલો ખાલી કર્યો હતો.