ખેડા જિલ્લામાં જમીન કૌભાંડ બાદ બોગસ વીમા પોલિસી કલમ કૌભાંડ પકડાતાં ચકચાર

Spread the love

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડ બાદ બોગસ વીમા પોલિસી કલમ કૌભાંડ પકડાતાં ચકચાર મચી ગઇ છે. કપડવંજ શહેરમાં રહેતો ભેજાબાજ શખ્સ ખોટા ડોકયુમેન્ટ બનાવીને બિમાર વ્યકિતઓની વિવિધ વીમા કંપનીઓની પોલિસી મેળવતો હતો. અને પોતે પોલિસીનું પ્રિમિયમ ભરતો હતો. વીમા પોલિસી ધારક મરણ ગયા બાદ વીમા કલેમ મંજૂર કરાવીને નાણાં બેંક માંથી પોતે ઉપાડી લેતો હતો. આ નાણાં માંથી થોડા મૃતકના વારસદારોને આપતો હતો. આ કૌભાંડ ખેડા એસઓજી પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસે કૌભાંડ આચરનાર ભેજાબાજ શખ્સની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કપડવંજ શહેરમાં સોનીની વાડીની બાજુમાં બારોટ વાડામાં રહેતા જયદીપ રંગીલદાસ સોની દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને બનાવટી દસ્તાવેજના આધારે વીમાપોલિસી કલેમ કૌભાંડ આચરવામાં આવે છે. તેવી મળેલી બાતમીના આધારે ખેડા એસઓજી પીએસઆઇ જે.વી.વાઢિયા તથા તેમની ટીમે મંગળવારે સાંજે 7 વાગે જયદીપ સોનીના ઘરે દરોડો પાડયો હતો. ત્યારે જયદીપ સૌની તેના મળતિયાઓ સાથે મળીને ખેડા સહિત આસપાસ જિલ્લાના બિમાર વ્યકિતઓને શોધીને તેમના વારસદારોને સમજાવીને બિમાર વ્યકિતઓની બિમારી છુપાવીને વિવિધ વીમાકંપનીઓની વીમા પોલિસી મેળવતો હતો. આ પોલિસી માટે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડમાં છેડછાડ કરીને ફોટો બદલી નાંખવા સાથે બનાવટી દસ્તાવેજો ઉભા કરતો હતો . આ પોલિસીનું પ્રિમિયમ પણ જયદીપ ભરતો હતો. બિમાર વ્યકિતના મરણ ગયા બાદ તેના વારસદારો પાસેથી મરણના દાખલા મેળવીને વીમાના નાણાં આપવાની વારસદારોને લાલચ આપતો હતો. વીમા પોલીસ ક્લેમ મંજૂર થયા બાદ જયદીપ સોની બેંક માંથી નાણાં ઉપાડી લેતો હતો અને નાણાં માંથી થોડા રૂપિયા મૃતકના વારસદારોને આપતો હતો. બોગસ દસ્તાવેજના આધારે બિમાર વ્યકિતઓના નામે અનેક વીમા પોલિસી લીધેલ છે.

ખેડા,ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ વિગેરે જિલ્લામાં બિમાર વ્યકિતઓની વીમા પોલિસી મેળવીને તેમના મૃત્યુ બાદ વીમા પોલિસી કલેમના મંજૂર થયેલા નાણાં મેળવતો હતો. આ સંદર્ભે એસઓજી પીએસઆઇ જે વી વાઢિયાની ફરિયાદના આધારે કપડવંજ પોલીસે જયદીપ સૌની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જયદીપ સોની પાસેથી 97 આધારકાર્ડ, 79 પાનકાર્ડ, 129 એટીએમ કાર્ડ, 126 બેંક પાસબુક, 27 ચેકબુક, 56 ચૂંટણી કાર્ડ, 17 જન્મ મરણના દાખલા, વિવિધ કંપનીની 17 વીમા પોલિસી, એકમોબાઇલફોન, એક લેપટોપ સહિત કુલ રૂ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com