દુનિયામાં ભારત એવો મોટો દેશ છે, અને ખરીદનારા અને વેપારમાટે મોટામાં મોટો સ્ત્રોત છે, તેમાં બેમત નથી, સોનેકી ચીડીયા ભારતને કહેવામા આવે છે, ત્યારે મોટાભાગની ચીનની ચીજવસ્તુઓ ભારતમાં ઠલવાય છે, ત્યારે ભારતનું માર્કેટ ટાઇલ્સ ઉધોગથી લઈને ઓટોમોબાઇલ્સ, ઉપકરણો, મોબાઈલ જેવી ચીજવસ્તુઓ ખરીદવામાં ભારત ચીન માટેનું મોટું બજાર છે, અત્યારે LOC ઉપર કોરોનાની મહામારીના સમયે ભારત અને ચીન તણાવ યથાવત છે. એક મહિનાથી વધારે સમય થઈ ગયો આ તણાવ ચાલી રહ્યો છે એવામાં મનમાં એ જ સવાલ છે આખરે બીજિંગ શું વિચારી રહ્યું છે. અત્યાર સુધી લોકોએ ચીનને લઈને સેના સાથે જોડાયેલા લોકોનું મંતવ્ય જાણ્યું પરંતુ હવે અવસર છે એ વ્યક્તિને જાણવાનો કે, ચીનની રાજનીતિ અને ત્યાંનાં સમાજને સારી રીતે સમજે છે. અહીં વાત થાય છે લેખક ગોર્ડન ચાંગની. ગોર્ડન ચાંગ ચીનમાં બે દશકથી પણ વધારે સમય રહ્યા છે. તેમણે Coming ollapse of China નામથી એક પુસ્તક પણ લખ્યું છે.
એક ન્યૂઝ ચેનલના શો ન્યૂઝ ટ્રેકમાં ભાગ લેતા ગોર્ડન ચાંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર પ્રહાર કર્યા હતા. કોરોનાની મહામારી દરમિયાન એવી કઈ વસ્તુ છે જેનાથી ચીન સીમા પર તણાવ વધારવા મજબૂર બન્યું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણી વસ્તુઓ હોઈ શકે છે. આપણે એ વાત સમજવી જોઈએ કે, હમણા-હમણા જ તો તેઓ કોરોના વાયરસની મહામારીથી બહાર નીકળ્યા છે. મને ખબર છે કે તેને લઈને સંવેદનશીલ હશે. ચીન હાલમાં દુનિયામાં કોરોના વાયરસ પર થઈ રહેલી ચર્ચા પરથી ધ્યાન હટાવવા માંગે છે.
છતા પણ શી જિનપિંગ આ સમયે ઘણા દેશો પર પ્રહાર કરી રહ્યા છે. તેમાં ભારત જ નહીં, સાઉથ ચાઈના C, અમેરિકા, પશ્વિમ યુરોપના ઘણા દેશો સામેલ છે. આ તેમના એક લાંબા સમયના કાર્યક્રમનો ભાગ છે. ગોર્ડન ચાંગે કહ્યું કે, તે ખૂબ જ ખતરનાક છે કેમ કે શી જિનપિંગ જો નિષ્ફળ જાય છે તો તેમને લાગે છે કે તેઓ સત્તા ખોઈ શકે છે. તેઓ કંઈ પણ કરવામાં સક્ષમ છે. કોરોનાની મહામારી બાદ ચીનમાં અને ત્યાંની કમ્યુનિસ્ટ પાર્ટી અંદર શું ચાલી રહ્યું છે તેના પર ગોર્ડન ચાંગે કહ્યું કે, આપણે પહેલા ચીનની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. તે સતત ઓછી થઈ રહી છે. ચીનના લોકો નાખુશ છે. તેમને ખબર નથી શું થશે અને શી જિનપિંગની પોલિસી વર્ષ 2019માં ચીન માટે ખરાબ પરિણામ લાવી છે.
તેમણે કહ્યુ કે, શી જિનપિંગ પાસે ઘણા ઓછા લોકો છે. કે જેને તેઓ દોષ આપે. કેમ કે આખી સત્તા તો તેમની પાસે છે. તેનો અર્થ તેઓ જવાબદાર છે અને એવામાં તેઓ ભારત પાસે તેના વિસ્તાર પર કબ્જો કરવા માંગે છે અને ચીન માટે એક જીતની રીતે દેખાડવા માંગે છે.
ગોર્ડન ચાંગે કહ્યું કે, ચીનના લોકોને વધારે ખબર હશે કે શી જિનપિંગની નીતિઓ સીમા પર સારી રીતે કામ કરી રહી છે કે નહીં. ભારતે હવે ચીનને કેવી રીતે જવાબ આપવો જોઈએ? તેના પર ગોર્ડન ચાંગે કહ્યું કે સીમા પર સૌથી પહેલા પોતાના સૈનિકોને શક્તિશાળી બનાવો, ચીનને ત્યાં ઈજા પહોંચાડો જ્યાં તેને વધારે લાગે છે. તેની અર્થવ્યવસ્થાને ઈજા પહોંચાડો. ચીની કંપનીઓ સાથે કરાર રદ્દ કરો. ચીનના ટેલિકોમ ઉપકરણોને મંજૂરી નહીં મળે. ચીની સામનોનો બહિષ્કાર થાય. આ વાતને લઈને ભારતે સ્પષ્ટ રહેવું પડશે કે તે ચીનને વધારે નુકસાન પહોંચાડવાનો છે. ચીન ભારતથી ડરે છે. ચીનને લાગે છે કે તે ચીનને તે પાછળ ધકેલી શકે છે. દશકોથી તે એમ કરી રહ્યું છે પરંતુ જો તમે એટિટ્યુડ સાથે સામે આવશો તો તે તમારી સાથે ઈજ્જતથી સામે આવશે. એ તમારાથી કોઈ જોખમ નહીં લે.
ચીન ભારતથી કેમ ડરે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ચીનને ખબર છે કે ભારતની જનસંખ્યા તેની તાકાત છે. તે તેની બાબતે મોટાભાગે વાત પણ કરતાં રહે છે. બીજિંગને પણ ખબર છે કે ચીનની જનસંખ્યા ઓછી થઈ રહી છે અને તેમને ખબર છે કે ભારત દુનિયાનો સૌથી વધારે વસ્તીવાળો દેશ હશે અને તે ચીનના નેતા અને ત્યાંનાં લોકો માટે સ્વીકારવું મુશ્કેલ હશે. તેમને ખબર છે કે ભારતની અર્થવ્યવસ્થા ઉપર જઈ રહી છે. તેમની જનસંખ્યા આપણાથી વધારે છે અને ચીન ભારતની વધતી તાકાતથી ચિંતામાં છે. તમે એ વાતને યાદ રાખો કે ચીનના લોકો માટે જનસંખ્યા જ તાકાત છે અને ભારત પાસે એ તાકાત આવવાની છે. ચીન ધમકી આપવામાં ઘણું સારું છે. દુનિયાના બાકી દેશોના લોકોમાં ચીન પ્રત્યે ગુસ્સો છે. ચીન નિકાસ પર જ ભરોસો કરે છે અને કંપનીઓ ચીન છોડીને જઈ રહી છે. તે ભારત તરફ વળી રહી છે. ચીનને લાગી રહ્યું છે કે તે ભારતનું નુકસાન ન કરી શક્યું તો આવનાર ત્રણ-ચાર વર્ષમાં પણ નહીં કરી શકે.