ગાંધીનગરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાથી મુક્તિ અપાવવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ખુદ મેદાનમાં

Spread the love

ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં સમયથી વકરેલી ટ્રાફિકની સમસ્યાથી નગરજનો અને રાહદારી વાહનચાલકોને મુક્તિ અપાવવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ખુદ મેદાનમાં આવી ગયા છે. આજે અકસ્માત ઝોન એવા બ્લેક સ્પોટ વિસ્તાર ભાઈજીપુરા ચાર રસ્તાએ ખુદ એસપીએ બે કલાક ઉભા રહીને ટ્રાફિકની સમસ્યાનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત તાત્કાલિક અસરથી ચાર રસ્તાની બે સાઈડમાં રોડ બેરીકેટ મૂકીને બંધ કરાવી નવો પ્લાન તરતો મૂક્યો હતો.

ગાંધીનગર એકતરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેનાં કારણે અમદાવાદ – ગાંધીનગરનું અંતર પણ ઘટી ગયું છે. કૂદકે ને ભૂસકે ગાંધીનગર મેટ્રો સીટીની હરોળમાં આગળ વધી રહ્યું છે. જેનાં કારણે મોટાભાગનાં લોકો પણ રહેવા માટે ગાંધીનગરની પહેલી પસંદગી કરી રહ્યા છે. વસ્તીની સાથોસાથ વાહનોની પણ સંખ્યા વધી હોવાથી સ્વભાવિક રીતે ટ્રાફિકની સમસ્યાએ પણ માઝા મૂકી દીધી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ખુદ શહેરનાં મહત્ત્વના સર્કલો ઉપર પીકઅવર્સ દરમ્યાન ખડેપગે તૈનાત રહેવા લાગ્યા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતા જ એસપી દ્વારા ગાંધીનગરની નગરચર્યા કરવામાં આવી હતી. એ દરમ્યાન મહત્ત્વના ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોઈને એસપીએ નગરજનોને આગામી ત્રણ મહિનામાં ટ્રાફિકની સમસ્યાથી રાહત અપાવવા માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

જેને લઈને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દરરોજ મહત્ત્વના સર્કલની સરપ્રાઈઝ વિઝિટ કરી ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ચ – 0 સર્કલ પાસે ઊભા રહી વાહનચાલકોની ગતિવિધિ – ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને તુરંત જ સર્કલની બે તરફની દિશામાં બેરીકેટસ લગાવી દઈ નિરીક્ષણ કર્યું હતું. અને જોત જોતામાં ચ – 0 સર્કલ પર થી વાહનો સળસળાટ પસાર થવા લાગ્યા હતા.

એજ રીતે આજે પણ પીક અવર્સ દરમ્યાન એસપી અકસ્માત ઝોન બ્લેક સ્પોટ વિસ્તાર ભાઈજીપુરા સર્કલે પહોંચી ગયા હતા. તેમની સાથે ટ્રાફિક પીઆઈ જી કે ભરવાડ પણ પોતાની ટીમ સાથે સર્કલ ઉપર દોડી આવ્યા હતા. બાદમાં એસપી ખડેપગે ઉભા રહી ચારે દિશામાંથી આવતાં વાહનો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને તુરંત જ ટ્રાફિક સમસ્યા હળવી કરવા એક્શન પ્લાન તરતો મૂક્યો હતો.

પોલીસ વડાએ ભાઈજીપુરા સર્કલથી કુડાસણ અને પીડીપીયુ તરફ જતાં માર્ગો બેરીકેટસ મૂકીને ફરીવાર ટ્રાફિકનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. અને જોત જોતામાં ટ્રાફિકની સમસ્યાથી પીડાતું ભાઈજીપુરા સર્કલે પણ વાહનો સળસળાટ પસાર થવા લાગ્યા હતા. ત્યારે ખુદ એસપી ગણતરીની મિનિટોમાં જ ટ્રાફિકની સમસ્યા હળવી કરી દેતાં આસપાસના વેપારીઓએ પણ નવા એક્શન પ્લાન મુજબની કામગીરીને બિરદાવી હતી.

આ અંગે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું, આગામી ત્રણ મહિનામાં નગરજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે એ પ્રકારે અસરકારક પગલાં ભરવામાં આવશે. દરરોજ મહત્ત્વના ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિક કર્મચારી સાથે ઊભા રહીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનાં નિરાકરણની કામગીરી કરવામાં આવશે. ત્યારે કોમર્શિયલ કોમ્પલેક્ષ આગળ પણ આડેધડ ઉભા રહી જતાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમન કરવાની એસપીએ તાકીદ કરી છે. ઉપરાંત કોમર્શિયલ એકમોએ પણ ભોંયતળિયાનાં પાર્કિંગ જ વાહનો પાર્ક થાય એવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com