GJ-18 ના અનેક ગામો વિકસિત અને વિકાસશીલ બન્યા છે, ત્યારે હરણફાળ અત્યારે વિકાસની ક્ષિતિજો આંબતુ હોય તો તે પેથાપુર, રાંધેજા, અને વાવોલ છે, ત્યારે આ ગામ કોલવડા પ્રત્યે જાગૃતિ લાવવી અને આ ગામને વિકાસ ઉપર લઈ જવું જરૂરી છે, ત્યારે ગામમાં મોટામાં મોટી ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલ હોવા છતાં આવવા – જવાનો રસ્તો તૂટી ગયો હોવાથી ઠેર- ઠેર ઉનાળામાં પણ ગટરો ના પાણી બેક મારતા રોડ, રસ્તા પર ગંદકી ની ગટરોના પાણી દેખાઈ રહ્યા છે, ફોરયવ્હીલર વાહન ચલાવનારને વાહન ક્યાંથી પસાર કરવું તે પેચીદો પ્રશ્ન છે, કોલવડા માંથી બે નગર સેવક ચૂંટાયા છે, તેમાં વાઘેલા સોનલબા ઘનશ્યામસિંહ, તથા ઠાકોર કિંજલબેન દિનેશજી, ત્યારે આ બે મહિલાઓની પીપૂડી તંત્ર સામે વાગતી નથી, બાકી વર્ડ દીઠ 4 નગરસેવકો છે ,ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, અને શૈલેષ પટેલ નો પણ આ મત વિસ્તાર આવે છે ત્યારે ડેપ્યુટી મેયર વિકાસશીલ વ્યક્તિત્વની છાપ ધરાવે છે, પોતે વાવોલ થી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાના પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે, ત્યારે કોલવડાની સ્થિતિ હાલ જોવા જઈએ તો કફોડી છે,
સાંસદ થી લઈને ધારાસભ્યએ આ ગામ દત્તક લેવાની જરૂર છે કારણ કે બીજા ગામો રોડ ,રસ્તા અને હાઇવે ઉપર અને નજીક હોવાથી તે વિકાસશીલ બની ગયા છે, પણ કોલવડા ની હાલત 1980 ની સાલમાં જૈસે થે તેવી જ છે, પંચાયતમાં આના કરતાં કામ સારા થતા હતા, મહાનગરપાલિકા બન્યા બાદ ટેક્સ ડટુ લેવા દેવા વગરનું બધા ને પકડાવી દીધુ, ત્યારે ટેકસ ભરવા છતાં રહીશો ને વિકાસ દેખાતો નથી, જે વર્ષોથી ગંદકી, રોડ, રસ્તા તૂટેલા આ તમામ નજરે પડે છે, તો કરવાનું શું ? એકવાર પધારો અમારા કોલવડામાં તેવું પ્રજાજન કહી રહ્યા છે, ત્યારે ડેપ્યુટી મેયર હવે તમારે આ મુદ્દો હાથ ઉપર લેવાની જરૂર છે, ઘાટ – ઘાટના પાણી પીધેલા પ્રેમલસિંહે હવે તંત્ર સામે એક કડકાઇ કરીને તંત્ર સામે દંડો પછાડવાની જરૂર છે.
બોક્સ :-
કોલવડામાં બે મહિલાઓ ચૂંટાઈ, ત્યારે દિનેશજી ઠાકોર પોતે રજૂઆત,મહેનત કરે છે, પણ પીપૂડી વાગતી નથી, ત્યારે હવે ગ્રામજનો કહી રહ્યા છે, કે પ્રેમલસિંહ તેરા સહારા…, હવે ડેપ્યુટી મેયર શ્રી અઠવાડિયુ ખુટથી નાખીને કોલવાડા ગામમાં ડેરા – તંબુ તાણી દો, તો આ પ્રશ્નોનું સોલ્યુશન આવશે, બાકી બદબુનું પોલ્યુશન વધી રહ્યું છે,