ગુજરાતનું કહેવાતું Gj-18 ખાતેથી તમામ ઓર્ડરો ,હુકમો, પરિપત્રો, આદેશો, ઠરાવો, ભલે અહીંથી પસાર થાય, પણ મંજૂર કરવું ,હેરાન કરવા, એવી અનેક છટકબારીઓ પણ શોધી લેતા હોય છે, ત્યારે તિજોરી શાખા જોઈએ તો વેદિયા અને કવેરી માસ્ટર કહેવાય, ત્યારે આ કવેરી માસ્ટરોએ એવો માસ્ટર સ્ટોક માર્યો કે બે ઓર્ડરો થયેલ હોવા છતાં પગારમાં ધાંધિયા જેવો ઘાટ તો સર્જાયો છે પણ પગારની ચાર મહિનાથી બોણી પણ કરી નથી,
પ્રાત વિગતો અનુસાર સેનાપતિ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -૧૨ ની કચેરી સેક્ટર 17 ખાતે આવેલી છે, ત્યારે પોલીસ મહાન નિર્દેશકને સેનાપતિ (જૂથ -12) ફાલ્ગુની પટેલની સહીથી પત્ર પાઠવીને લોકરક્ષક તાલીમાર્થીઓનો ઇન્ડોર તાલીમ માટે વ્યાખ્યાતા ને નિમણૂક 16 જેટલા કર્મચારીઓને આપવામાં આવેલ ,જેનું વેતન 40,000 ચૂકવવા પાત્ર થતું હોય છતાં માર્ચ મહિનાથી થયેલ ઓર્ડર અને બીજો ફરી ઓર્ડર વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક (તાલીમ)ની સહીથી થયેલ છતાં તિજોરી શાખા દ્વારા પગાર ચુકવવામાં ધાંધિયા થતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે 2023 24 ના વર્ષમાં 60 લાખની જોગવાઈ પણ કરવામાં આવેલ છે, ત્યારે પ્રથમ હુકમ 4 મહિનાનો અને ત્યારબાદ બીજો હુકમ 4 મહિનાનો થયો ,ત્યારે પ્રથમ હુકમના કરેલા ચાર મહિનાનો પગાર હજુ લટકણીયા વિવાદમાં પડ્યો છે ,ત્યારે તિજોરી શાખાના ક્વેરી માસ્ટરો જે વેદિયા હોવાનું પ્રચલિત છે, તે 16 જેટલા કર્મચારીઓનો પગાર હાલ લટકેલો છે, ત્યારે હોમગાર્ડ ના કર્મચારીઓનો પગાર પણ આજે 24 તારીખ થઈ છતાં થયો નથી ,ત્યારે બધાને ઘર પરિવાર હોય છે, 1 લી તારીખે પગાર મોડો થાય તો ઘાન્ટા પાડતા હોય છે અને લોકોના પગારની કવેરીઓ મૂકીને રાજી થતા એકવાર એ પણ વિચારો કે એ પણ કર્મચારી છે,
બોક્સ :-
પ્રથમ હુકમનો પગાર ચાર મહિનાથી મળ્યો નથી, ત્યાં બીજો હુકમ 4 મહિનાનો મળવા છતાં પગારમાં ધાંધિયા ,સરકારમાં કામ ન કરવું હોય અને ધક્કા મૂકકી થી હેરાન કરવાની મજા લેવા વાળા ક્વેરી માસ્ટરોની સંખ્યા વધી રહી છે ,ત્યારે તિજોરી શાખાના ક્વેરી માસ્ટરોથી 16 કર્મચારી ચાર મહિનાથી પગાર ન થતાં ઉચાટ અનુભવી રહ્યા છે,