ગુજરાતનું કહેવાતું GJ-18 માં ધાર્મિક પ્રવૃત્તિઓ વિકસાવીને પછી સરકાર પાસે જમીનની માંગણી કરીને કરોડોની કિંમતની જમીનો ટોકનથી લઈને ન જીવા દરે એવા 99 વર્ષના ભાડા પેટે મળેલો હોય તેવા કિસ્સા પણ છે, ત્યારે સેક્ટર 17 ના એક મંદિરની ટ્રસ્ટની જગ્યા કરોડોમાં વેચાઈ હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે, ત્યારે આ જગ્યા ક્યારે મળી ? કઈ જગ્યાએ મળી? આના ટ્રસ્ટી કોણ હતા? તે હાલ પ્રશ્નો ચર્ચાએ ચકડોળે ચડ્યો છે, પણ હા, વહીવટ કરોડોમાં થયો છે, તેમાં નાના નહીં, કારણ કે અત્યારે કોઈપણ સેક્ટરમાં 90 મીટર નું મકાન 1 થી સવા કરોડ બોલાય છે, તો પ્લોટ ની કિંમત 600 વારના ગણીએ તો કરોડોમાં આ ટ્રસ્ટની જગ્યાની કિંમત ગણી શકાય,
હાલ જોવા જઈએ તો મોટી માછલી નાની માછલીને ગળી ગઈ જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે 600 થી વધારે વાર ની જગ્યા જે ટ્રસ્ટને જે પર્પઝ થી આપી હતી, તેનો ઉપયોગ હજુ સુધી થયો ન હતો, પણ હવે લફરા વાળી જગ્યા લફડાના ભાવે સોદો થયો હોવાની પણ ચર્ચા જગાવી છે, ત્યારે મોટા ટ્રસ્ટે નાના ટ્રસ્ટ પાસેથી આ જગ્યા ખરીદી હોવાનું અને હાલ અંડર ગ્રાઉન્ડ પ્રોસેસ ચાલતી હોવાની પૃષ્ટિ પણ મળી છે,
બોક્સ :-
શહેરમાં સરકારે અનેક ટ્રસ્ટો, સમાજોને પ્લોટો આપ્યા છે, ત્યારે વર્ષો પહેલા એક મંદિરને પણ 600 વાર જેટલી જગ્યાનો પ્લોટ આપ્યો હોવાનું અને આ પ્લોટ અત્યાર સુધી કશું જ કરેલ ન હોય, ત્યારે તંત્રના અનેક લફરા હોઇ, જેથી લફરાવાળા અને વાદવિવાદ વાળા પ્લોટમાં એક નેતાએ હાથ અજમાવ્યો છે, ત્યારે મોટું ટ્રસ્ટ હવે નાના ટ્રસ્ટને ગળી ગયું હોય તેમ અંડર પ્રોસેસ પ્રક્રિયા આ જગ્યાની ચાલી રહી છે.