GJ-18 મનપાનું બિરૂદ મહાનગરપાલિકા કોણે આપ્યું તે પ્રશ્ન છે, ત્યારે રાજ્યમાં નાની પાલિકાઓ રેડ પાડીને ભેળસેળીઓના નમૂના લે છે, ત્યારે મનપાએ ફક્તને ફક્ત નાના વેપારીઓને પ્લાસ્ટિક કોથળી રાખનારને 500 થી લઈને મોટી રકમના દંડ કરીને કામગીરી બતાવતા હોવાનો ડોળ ચાલી રહ્યો છે, ત્યારે GJ- 18 શહેરમાં ભેળસેળીયાઓ માટે લાલ જાજમ પાથરી હોય તેમ પ્રજાને ભલે ઝેર ખવડાવે ,પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થાય, તેમાં મનપાને કોઈ રસ નથી, મનપા દ્વારા બે વર્ષમાં કેટલા નમૂના વેપારીઓ જે ખાણીપીણી ચીજ વસ્તુઓ વેચે છે તેમાં લીધા ? અને પોલીથીન બેગમાં કેટલો દંડ ફટકાર્યો ? તો આંકડા સાથે માહિતી આપવા બેસી જશે,
મનપાનું ફૂડ શાખા ફેલ ગયું છે, ખરેખર તો ફૂડ શાખાને તાળા મારી દેવા જેવી સ્થિતિ છે, ત્યારે નગરજનો ભેળસેળ વાળી ચીજ વસ્તુઓ મિલાવટની ખાઈ રહ્યા છે, હમણાં જ એક મઠ્ઠા ના વેપારી ને ત્યાં એક્સપાયરી નો માલ નીકળ્યો હતો, મઠ્ઠો એક્સપાયરીની ડેટનો વેચી ને લોકો પાસે …..નાણા પડાવીને આરોગ્ય સાથે ચેડા કરતાં આવા વેપારીઓ સામે ઝુંબેશ ચલાવવાની જરૂર છે ,કુડાસણ એવા સ્વામિનારાયણ ધામ પાસે એક વ્યક્તિને મઠ્ઠો તગડા ભાવે આપ્યા બાદ મઠ્ઠો બગડી ગયો અને પછી વેપારીને જાણ કરતા વેપારીએ ડ્રિપ ફ્રીઝર વસાવો કહીને હાથ અધ્ધર કરી દીધા, ભગવાનના નામ ઉપરથી દુકાનો ખોલીને ભેળસેળ વાળી એવું લખવું જોઈએ તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સ્વામિનારાયણ ધામ પાસે આવેલ મહાકાળી સ્વીટ ઉપર જો રેડ પાડવામાં આવે તો અનેક વખત તેલમાં ફ્રાય કરીને તથા સેડલી ચીજ વસ્તુઓનો બેફામ ઉપયોગ થતું હોવાનું પણ લોકો દ્વારા જાણકારી મળી રહી છે, ત્યારે દુકાનદારે ગેરકાયદે દુકાનની બહાર કાઉન્ટરો અને તહેવારોમાં જંગલ ખાતાની જગ્યામાં માંડવા રોપીને ધંધો કરતા અને ટ્રાફિક સમસ્યા વધારતા હોય જેથી ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ હવે રોડ ,રસ્તા પર લગાવેલા કાઉન્ટરો હટાવવા જોઈએ, અનેક સેક્ટરોમાં દુકાનોની બહાર શેડ જેમણે બનાવ્યા હતા ,તે પણ તોડી પાડવામાં આવ્યા હતા ,ત્યારે હવે મહાકાળી સ્વીટ નો વારો ક્યારે ?
બોક્સ :-
GJ-18 એટલે ભેળસેળિયા વેપારીઓ માટે લાલજાજમ,
મોંઘોદાટ ભાવ લઈને પ્રજાને (ભેળસેળીયુ) ખવડાવીને ઠોસો ,હવે ફૂડ એન્ડ ડ્રગ તથા મહાનગરપાલિકાએ હવે થોડા દિવસ બાદ મહાકાળી સ્વીટના નમુના લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે કારણ કે અત્યારે વેપારી દ્વારા સગે વગે કરી દીધું છે ,પણ આવનારા દિવસોમાં રેડ પાડવી જરૂરી છે ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં જે ચીજો વપરાય છે તે પણ ચકાસવી જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે,
મઠ્ઠો, શિખંડ થી લઈને ઉપવાસી આઈટમો પણ શંકાના ઘેરામાં,
બોક્સ :-
મહાનગરપાલિકા આ દબાણો ક્યારેય દૂર કરશે? ટ્રાફિકને અડચણરૂપ હવે આ કાઉન્ટરો હટાવવાની જરૂર, સર્વિસ રોડ પર અડચણરૂપ આ સ્વીટ માર્ટ ના દુકાનદાર તહેવારોમાં માંડવા બાંધી દે છે,