GJ-18 ખાતે સૌથી વધારે ટ્રાફિકમય વિસ્તાર અત્યારે હોય તો PDPU રોડ અને ભાઈજીપુરા કહેવાય, ત્યારે SP રવિ તેજા વાસમ શેટ્ટી આ ટ્રાફિકની સમસ્યા ને નિવારવા પોતે મેદાને ઉતર્યા, અને બે કલાક બપોરે પોતે મોનિટરિંગ કર્યું, ત્યારે જોવા જઈએ તો આ અકસ્માત ઝોન એવા બ્લેક સ્પોટ વિસ્તારમાં બે સાઈડમાં બેરીકેટ મૂકીને બંધ કરાવી નવો પ્લાન તરતો મુક્યો પણ ટ્રાફિકના દ્રશ્યો સાંજે ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા,
સમસ્યાના નિવારણ અને નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડાએ બેરીકેટ મૂકી દેતા વાહન- ચાલકો તથા જે ગાંધીનગર અને અમદાવાદ જવા વાળા છે ,તેઓને ફરી ફરીને જવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી, ટ્રાફિકની સમસ્યા હલ કરવાના બદલે હલવાણી જેવો ઘાટ સર્જાયો હતો ,ભાઈજીપુરા ખાતે ભલે વાહનો બપોરે સડસડાટ નીકળી જતા હોય પણ સાંજે હલવામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, વસ્તી સાથો સાથ વાહનો પણ વધ્યા છે અને રસ્તા પણ મોટા થયા છે, SP દ્વારા ટ્રાફિકની સમસ્યાથી રાહત આપવા માટે જે એક્શન પ્લાન ઘડ્યો છે ,તે હાલ પૂરતો યોગ્ય ન હોય તેવું લોકો જણાવી રહ્યા છે, ચ -0 સરકાર પર બેરિગેટ લગાવી દેતા સવારે અને બપોરે ભલે ટ્રાફિક ઓછો હોવાથી વાહનો સડસડાટ નીકળી ગયા પણ સાંજની સ્થિતિ હલવામણ જેવી થઈ છે.
બોક્સ :-
PDPU રોડ, ભાઈજીપુરા ખાતે લારી ગલ્લા, તથા જ્યાં ત્યાં પાર્ક કરેલા વાહનો હટાવીને સર્વિસ રોડ ક્લિયર કરાવો, એટલે ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જશે, વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતા સર્વિસ રોડ તેમાં ખાસ PDPU સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા કાયમ જ રહે છે,
SP દ્વારા ટ્રાફિક મુશ્કેલીની ઝુંબેશ સાથે નિરાકરણ લાવવા જે મહેનત કરી તે યોગ્ય છે, પણ બધી જ જગ્યાએ બેરીકેટ મુકતા સર્વિસ રોડથી લઈને બધી જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આમ જોવા જઈએ તો ચ-૦ એ સફળતા મળી છે ,જ્યારે પી.ડી.પી.યુ.ખાતે નિષ્ફળતા