અમદાવાદ
માંડલ કમિશનના પૂર્વ અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી બી.પી. માંડલની જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર દેશમાં કોંગ્રેસના અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓ.બી.સી. વિભાગ દ્વારા ઉજવવામાં આવ્યો તેના ભાગરૂપે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગ દ્વારા ઓ.બી.સી. વિભાગના ચેરમેન ઘનશ્યામ ગઢવીના અધ્યક્ષ સ્થાને રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઓ.બી.સી. વિભાગના જીલ્લા ચેરમેનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સી.ડબ્લ્યુ.સી.ના મેમ્બરશ્રી જગદીશ ઠાકોર, રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, ઓ.બી.સી. વિભાગના પ્રભારીશ્રી રાજેન્દ્ર રાંક, સહપ્રભારીશ્રી દિબંગર રાઉત તથા સહપ્રભારીશ્રી સુલ્તાનસિંહ ગુર્જર અને અન્ય આગેવાનોએ હાજર રહી પ્રાસંગીક પ્રવચનો કરી શ્રી બી.પી. માંડલના કાર્યોને યાદ કરવામાં આવ્યાં હતાં. બી.પી. માંડલની જન્મજયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈ-બહેનોને સંબોધન કરતા સી.ડબ્લ્યુ.સી.ના સભ્ય અને વરિષ્ઠ નેતાશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, માંડલશ્રીએ સમર્ગ દેશમાં ઓ.બી.સી.માં લોકો માટે જે સેવાકીય કાર્યો કરેલા છે જેને અવિસ્મરણીય ગણાવી શકાય કારણ કે માંડલજી દ્વારા ઓ.બી.સી. સમાજના લોકોના ઉત્થાન માટે કરેલા કાર્યો થકી હાલ આપણે સૌ લોકો માંડલ કમીશન દ્વારા ભલામણ કરેલ ભલામણોના કારણે સામાજીક અને શૈક્ષણીક વિકાશ કર્યા. દેશ તેમજ ગુજરાતમાં ઓ.બી.સી. સમાજના લોકોના હક્ક – અધિકારો પર વર્તમાન સરકાર જે તરાપ મારી રહી છે તેના પર અંકુશ રાખવો જરૂરી છે. વર્તમાન સરકાર સામે એકત્ર થઈને લડવું જ પડશે તો જ આપણે આપણો અધિકાર માછો મેળવી શકીશું.રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, માંડલ કમિશનની સંપૂર્ણ રૂપરેખા તેમજ દેશમાં આર.એસ.એસ.ની કુટનીતીથી સમગ્ર રાષ્ટ્રને થઈ રહેલા નુકસાનથી ઉપસ્થિત લોકોને અવગત કર્યા.ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિભાગના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ શ્રી બી.પી. માંડલને યાદ કરીને તેમણે આપેલું સુત્રયાદ કરાવ્યું હતું કે, “સામાજીક ન્યાય નહી આધા અધુરા લેકર રહેંગે પુરા પુરા” તેમજ ઓ.બી.સી. સમાજ પ્રત્યેની શ્રી માંડલની કાર્ય પધ્ધતિને બીરદાવી તેમના સમર્પણને માટે ધન્યતા અનુભવી.ઓ.બી.સી. વિભાગના પ્રભારીશ્રી રાજેન્દ્ર રાંક પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, શ્રઈ બી.પી. માંડલજી દ્વારા થયેલા કાર્યો થકી માત્ર બીહાર જ નહીં પરંતુ સમગ્ર ભારત રાષ્ટ્રના ઓ.બી.સી. તથા અન્ય સમાજના લોકોનો સામાજીક ઉત્થાન માટે હરહંમેશા કાર્યવંત રહ્યા હતા.