સુરતના એક દંપતી સાથે કુદરતે ક્રુર મજાક કરી, ભગવાન ક્યારેય કોઈને આવા દિવસો ન બતાવે

Spread the love

ભગવાન ક્યારેય કોઈને આવા દિવસો ન બતાવે. સુરતના એક દંપતી સાથે કુદરતે ક્રુર મજાક કરી હોય તેવું બન્યું. સુરતના એક દંપતીને લગ્નના 10 વર્ષ સંતાનનુ સુખ નસીબ થયુ હતું. એ પણ એક નહિ ત્રણ સંતાન. પરંતુ પળવારમાં દંપતીની ખુશી છીનવાઈ ગઈ હતી. જાણે કોની નજર લાગી હોય, તેમ અધૂરા મહિને જન્મેલા ત્રણેય બાળકો એક પછી એક મોતને ભેટ્યા હતા. ત્યારે દંપતીના ભાગમાં આસું સારવા સિવાય બીજું કઈ આવ્યુ ન હતું. વાત કરીએ તો, રાજસ્થાનનો ઢાલપુરનું દંપતી સુરતના સિંગણપોર વિસ્તારમાં રહે છે. જેમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતીના ઘરમાં બધુ સુખ હતું, સિવાય સંતાનનું. લગ્ન જીવનને 10 વર્ષના વહાણ વીતી ગયા હતા, પરંતું દંપતી સંતાનના સુખથી વંચિત રહ્યું હતું. ઘરમાં એક બાળક હોય તેવી તેમની ઈચ્છા હતી. તેથી તેઓએ આઈવીએફથી માતાપિતા બનવાનો નિર્ધાર કર્યો હતો. આ માટે તેઓએ કપોદ્રાની એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ શરૂ કરાવી. જ્યાં પત્નીની આઈવીએફ ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક શરૂ થઈ હતી. દંપતી ખુશખુશાલ હતું, કારણ કે એક નહિ ત્રણ બાળકો જન્મ લેવાના હતા. પરંતું આ ખુશી ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ ગઈ. પત્નીને છઠ્ઠો મહિનો ચાલતો હતો, ત્યાં મંગળવારના રોજ અચાનક પેટનો દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બાદ તેમને ઓપરેશન થિયેટર લઈ જવાયા હતા. જ્યાં ત્રણ સંતાનોનો જન્મ થયો હતો. પરંતુ ત્રણેય બાળકો અધૂરા માસે જન્મ્યા હોવાથી એક પછી એક ત્રણેય બાળકો મોતને ભેટ્યા હતા. છેલ્લા બાળકના બચી જવાની આશા જાગી હતી, પરંતું તે સિવિલ પહોંચે તે પહેલા જ મોતને ભેટ્યુ હતું. આમ, દંપતીનું આશાનું કિરણ પણ આથમ્યુ હતું. માતાપિતા બનવાની તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ. તો બીજી તરફ, બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ વગર પરિવારને સોંપતા હોસ્પિટલ વાળાઓએ પણ માનવતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com