દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષી ફરિયાદ કરવામાં આવેલી છે. તે બદનક્ષીની ફરિયાદમાં અમદાવાના મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો.તે સમન્સને અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે અમદાવાદની સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેજરીવાલને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી ન હતી. આખરે કેજરીવાલે આ સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ અરવિંદ કેજરીવાલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે. આજે આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી એન ભટ્ટી બેચમાં સુનાવણી કરવામાં આવી. તે દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ સમન્સ જે ઇશ્યૂ કરવામાં આવ્યુ છે તે ગેરબંધારણીય રીતે ઇશ્યૂ કરવામાં આવ્યુ છે.જો કે સોલીટરી જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી કે જે પ્રમાણે કોર્ટની પ્રક્રિયા ચાલતી હોય છે તે જ પ્રમાણે અને તે જ પધ્ધતિ પ્રમાણે આ સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યો છે.તે જ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સમન્સ ઇશ્યૂ કરાયો છે. સમગ્ર મામલે કોઇપણ બાબતે કેજરીવાલને રાહત આપવાનો ઇન્કાર સુપ્રીમ કોર્ટે કર્યો છે.આ સાથે જ આગામી 29 તારીખે કોર્ટમાં હાજર રહેવા માટે કેજરીવાલને કહેવામાં આવ્યુ છે. 29 ઓગસ્ટે હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી નિયત કરવામાં આવી છે. તે દિવસે હાઈકોર્ટ સુનાવણી હાથ ધરે તેવી અપેક્ષા છે. મહત્વનું છે કે કેજરીવાલે વડાપ્રધાનની ડિગ્રી સંબંધિત કેસમાં ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તે અરજીપર મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યૂ હતા. કેજરીવાલે સૌપ્રથમ સમન્સના તે આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યાંથી રાહત ન મળી, પછી હાઈકોર્ટમાં ગયા. કેસ હજુ પેન્ડિંગ છે, આ દરમિયાન કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા.