અમદાવાદ
મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં થી દોડતી ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોને પરંપરાગત રેક ની જગ્યાએ LHB રેક થી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19578/19577 જામનગર – તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 26.08.2023થી અને 29.08.2023થી તિરુનેલવેલીથી LHB રેક સાથે દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ 30.08.2023થી હાપાથી LHB રેક સાથે અને 01.09.2023થી મડગાંવથી LHB રેક સાથે દોડશે.આ બંને ટ્રેનોમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 3 જનરલ, 1 પેન્ટ્રી કાર, 1 લગેજ વાન અને 1 જનરેટર વેન કોચ હશે.