શહેરમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ચાલતી પ્રી-સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે કિન્ડરગાર્ટન અને પ્લે ચુસના ઓનલાઈન ક્લાસ બંધ કરવા હેતુથી સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન કેટલાક પ્લેગ્રુપ દ્વારા ઓનલાઇન ક્લાસ લેવાતા હોવાના ઉદાહરણ સાથે અરજકર્તા વકીલ રાહીલ જૈને દલીલ કરી કે પ્લે ગ્રુપ કે કિન્ડરગાર્ટન હેતુ છે બાળક વધારે શારીરિક એક્ટિવિટી દ્વારા શીખે. આ તેના સમાન ઉંમરના બાળકો સાથે સામાજિકરણ માટે બનેલું છે. પ્રી-સ્કૂલ ની ઉંમરમાં શીખવું કોઈ શૈક્ષણિક હેતુ હોતો નથી. આથી ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઈન ક્લાસ માં ન બેસાડવા જોઈએ. કર્ણાટક અને મહારાષ્ટ્ર નું ઉદાહરણ આપ્યું હતું, જેમાં સરકારે ધોરણ ૫ સુધીના બાળકોને ઓનલાઈન ક્લાસ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એવી પણ દલીલ કરાઈ હતી કે આ માત્ર ફી વસૂલ કરવાની રીત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શીખવાની આવી કોઈ રીત સૂચવતા નથી. આ તેમના સ્વાસ્થ્ય જોખમમાં મૂકી શકે છે. હાઈકોર્ટે આ કોવિડ-૧૯ અને લોકડાઉનના કારણે સર્જાયેલી આ સમસ્યાને સાંભળીને ની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ૫ છેલ્લા અઠવાડિયે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી પારડીવાલા રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે ઓનલાઈન શિક્ષણ માટે ૫ દ્ધતિની તપાસ કરે. હાઈકોર્ટે સરકારને સ્કૂલના ઓનલાઈન શિક્ષણ નો ટાઈમ નક્કી કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું, સમય એક સમાન હોવો જોઈએ. તમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે જો કોઈ પરિવારમાં ત્રણ બાળકો છે અને શિક્ષણ ઓનલાઈન છે તો જુદા જુદા ધોરણ ના ત્રણેય બાળકો કમ્પ્યુટર કે લેપટોપ ઉપયોગ નહીં કરી શકે. મિડલ ક્લાસ પરિવાર એક થી વધારે લેપટોપ-કમ્પ્યુટર કે ટીવી ફોર્ડ ન કરી શકે. આવી સ્થિતિમાં પરિવારના અન્ય બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત હાઈકોર્ટે નાના બાળકો માટે ઓનલાઇન શિક્ષણ યોગ્ય છે કે નહીં તેના પર વિચાર કરવાની ભલામણ કરી હતી. બાળકોને સતત લાંબા સમય સુધી સ્કીન સાથે બેસવાથી તેમના સ્વાસ્થ્ય અને દૃષ્ટિ પર અસર થાય છે. કોર્ટે નોંધ્યું કે, એક્સપર્ટ્સનું પણ એવો જ મત છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઇન ક્લાસ ન લેવા જોઈએ.