દેશમાં કોરોનાવાયરસ ને પ ગલે એસટી બસો બંધ કરવામાં આવી હતી ત્યારે અત્યારે માંડ ૨૦ ટકા ૨૦૦ દોડી રહી છે ત્યારે સવારે સાત વાગ્યે શરૂ થાય અને સાંજે ૭:૦૦ વાગ્યે બંધ થઈ જાય ત્યારે સંક્રમણની સ્થિતિ સેનેટાઈઝર, માસ્ક થી સજજ હવે સેવા ચાલુ રહી છે ત્યારે ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે ત્યારે ત્રણ સીટ માં બે પેસેન્જર અને બે સીટ માં એક પેસેન્જર કરીને એસ ટી નુકસાનમાં પણ સરકાર દોડાવી રહી છે ત્યારે પહેલી જુલાઈથી અનલોક ૨ નો અમલ થશે. ગુજરાત સરકાર એક મોટો નિર્ણય લઈને એસ.ટી.નિગમની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ માટે નિગમના તમામ ૧૬ વિભાગના નિયામકે પરિપત્ર પાઠવી તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી દેવાઈ છે. કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કર્યું તે પ હેલાં એટલે કે ૨૨ માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઈ હતી. એ પછી ૨૦મેથી હંગામી ધોરણે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ફક્ત ઝોન વાઈસ બસ સેવા ચાલુ કરતા હતા. ત્યારબાદ અનલોક ૧માં થોડી વધુ છૂટછાટ મળતા ૧ જુનથી રાજયભરમાં કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી. હવે અનલોક રમાં રાત્રી દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.