ઘરેલુ હિંસાના પડતર કેસ અને બેદરકારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હોવાનું સામે આવ્યું છે. ઘરેલૂ હિંસાને લઈને ગુજરાત હાઈકોર્ટે કેટલાક મહત્ત્વના આદેશ આપ્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલૂ હિંસા સહિતના ગુનાઓમાં અસરકારક અમલ ન થતો હોવાની કોર્ટે નોંધ લીધી છે. રાજ્યની તમામ કોર્ટના જજને નિયમોનું કડક પાલન કરવાનો હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે.આ સાથે કહ્યું છે કે 7 વર્ષ સુધીની સજામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
હાઈકોર્ટે કહ્યું કે ઘરેલૂ હિંસા એ સમાજનું સૌથી મોટું દૂષણ છે છતાં તેમાં ઢીલાશ શા માટે રાખવામાં આવે છે. રાજ્યના તમામ કોર્ટના જજીસને હાઈકોર્ટની ટકોર કરાઈ છે. આ સાથે જ ઘરેલૂ હિંસાના પડતર કેસ અને બેદરકારી મુદ્દે હાઈકોર્ટે તમામ કોર્ટને આદેશ આપ્યા છે અને કામગીરી કરવા કહ્યું છે.