મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત તેમાં મેયર પદ અને પ્રમુખ પદ કરતા પણ મલાઇદાર એવું જાે ખાતું હોય તો તે સમિતિ અને કારોબારી સમિતિ નું છે, ત્યારે GJ -૧૮ ખાતે જિલ્લા પ્રમુખથી લઈને નવી બોડીની નિમણૂક આવનારા મહિનામાં થવાની હોવાથી અનેક સદસ્યો પોતે પોતાના ધારાસભ્યથી લઈને મોટા નેતાની પગ ચંપીમાં લાગી ગયા છે, ત્યારે હાલ હરીફાઈ સૌથી વધારે પ્રમુખ પદ કરતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન માટે જાણે દોડધામ મચી ગઈ છે, હાલ બાઝ નજર આ સભ્યો તથા મહિલા સદસ્યો ચૂંટાયા છે, તેમના પતિઓ રાખી રહ્યા છે, અગાઉ કારોબારી ચેરમેન જે બનેલા તેમાં મલાઈદાર પોસ્ટ ખરી પણ પાંખો કાપી લેવામાં આવી હતી ત્યારે અત્યારે ભાજપની સૌથી વધારે સીટો હોવાથી કેવી રીતે તમામને સાચવી લેવા તેની માથાકુટ ચાલી રહી છે.જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલની અઢી વર્ષની ટર્મ આગામી તારીખ ૧૬મી, સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થાય છે. પરંતુ સદસ્યોને પ્રમુખ પદને બદલે કારોબારી સમિતિના ચેરમેન બનવામાં હોડ જામી છે. કેમ કે પ્રમુખ બદલાતા કારોબારી, બાંધકામ, આરોગ્ય સહિતની સમિતિના ચેરમેન બદલાશે. જાેકે પ્રમુખ માટે મહિલા સામાન્ય સીટ હોવાથી કોના ઉપર ભાજપ પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી સમય જ બતાવશે. રાજ્ય ભરની જિલ્લા પંચાયતના પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર દ્વારા નોટીફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ સામાન્ય મહિલા થતાં હવે ચુંટાયેલી મહિલાઓના પતિઓ દ્વારા રાજકીય શતરંજના દાવપેચ શરૂ કર્યા છે. જાેકે અઢી વર્ષ પહેલાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે ગાંધીનગર જિલ્લા પંચાયતના સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. જાેકે અઢી વર્ષ પહેલાં ભાજપે પ્રમુખ તરીકે પાટીદાર અને ગાંધીનગર તાલુકાના સદસ્ય ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તેમજ ઉપપ્રમુખ માટે દહેગામ તાલુકાના, સ્ટેન્ડિંગ સમિતિમાં કલોલ તાલુકાને, બાંધકામ સમિતિમાં માણસા તાલુકાને, આરોગ્ય સમિતિમાં ગાંધીનગર તાલુકાને, શિક્ષણ સમિતિ તથા ખેતી અને સિંચાઇ સમિતિ દહેગામ તાલુકાને, સામાજિક ન્યાય સમિતિ માટે ગાંધીનગર તાલુકાના ચુંટાયેલા સદસ્યને ચેરમેન પદે બેસાડવામાં આવ્યા હતા. જાેકે રાજ્ય સરકારના નોટીફિકેશનમાં માત્ર પ્રમુખ પદની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ છે. આથી જાે જિલ્લા પંચાયતના માત્ર પ્રમુખની જ વરણી કરવામાં આવે તો સમિતિના ચેરમેનો યથાવત રહે છે. જાેકે રાજકીય પક્ષો દ્વારા ચુંટાયેલા સદસ્યોમાં અસંતોષ થાય નહી તે માટે સમિતિના ચેરમેનો પણ બદલતા હોય છે. આથી ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની પાસે તમામ પ્રકારની સત્તાઓ હોવાથી સદસ્યોમાં પ્રમુખ પદ કરતા કારોબારી સમિતિના ચેરમેન બનવામાં વધુ રસ છે. તેવી જ રીતે આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન પણ બનવા માટે સદસ્યોમાં રાજકીય શતરંજના દાવપેચ શરૂ થયા છે.