ગુજરાતનું કહેવાતું GJ -૧૮ ખાતે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તથા દરેક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે ઉદ્દેશથી એક સોફ્ટવેર લોન્ચ કર્યું છે જે સોફ્ટવેરમાં દરેક શહેરમાં જે ૧૧ વોર્ડના કાર્યાલયો ખોલવામાં આવ્યા છે તે કાર્યાલયો જે અરજદાર મુલાકાત લે એટલે તેમના પ્રશ્નોની અરજી લઈને સ્કેન કરવામાં આવશે તથા આધાર કાર્ડ ઉપર નોંધીને તે સીધું જ નામ તમામ માહિતી અરજદારની સેવ થઈ જશે ત્યારે અરજદારની જે ફરિયાદો હશે તે પ્રશ્નોને ઝડપથી કામ થાય તે માટે આ અરજીની નકલ શહેર પ્રમુખને પણ આ ડેટા પહોંચી જશે ત્યારે જ્યાં કામ નથી થતા ત્યાં હવે શહેર પ્રમુખ અને હોદ્દેદારોની બાઝ નજર રહેશે.સોફ્ટવેર તૈયાર થઈ ગયેલ જેનું ઉદ્ઘાટન ટૂંકા દિવસોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવા પણ હિલચાલ ચાલી રહી છે ત્યારે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ આવનારા દિવસોમાં દર અઠવાડિયે જે તે વોેર્ડમાં લોક સંપર્ક રાઉન્ડ એવો લોક દરબાર પણ યોજશે, ત્યારે ઘણા એવા પ્રશ્નોની ગુચ્ચા કાઢવા વોર્ડ દિઠ દર અઠવાડિયે શહેર પ્રમુખ તથા શહેર બોડીલોક દરબાર યોજાશે, ત્યારે દરેક નગર સેવકોને કામ કરવાની પદ્ધતિ અને કઈ રીતે પ્રશ્નો અપડેટ કરવા આ તમામ માહિતી સાથે નગર સેવકોના ક્લાસ લેવાઈ ગયા છે, અને તમામ માહિતીથી અપડેટ પણ કરવામાં આવ્યા હોવાનુંસૂત્રો દ્વારા મળેલ છે.