રક્ષાબંધનના તહેવાર પર ઘરેલુ ગેસ-સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સરકારે બહેનોને મોટી ભેટ આપી , સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે

Spread the love

કેન્દ્ર સરકારે મંગળવારે ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2કિગ્રા)ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે
હવે દિલ્હીમાં કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા,
ભોપાલમાં 908 રૂપિયા, જયપુરમાં 906 રૂપિયા થઈ ગઈ
છે. નવી કિંમત 30 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી
લાગુ થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પીએમ મોદીએ ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને બહેનોને મોટી ભેટ આપી છે. દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકાર 75 લાખ નવાં ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે.

આ વર્ષે 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારનું આ પગલું ઘણું મહત્ત્વનું છે. રાજસ્થાનમાં કોંગ્રેસે આ વર્ષે 1 એપ્રિલથી BPL પરિવારોને રૂ.500માં ગેસ આપવાની યોજના અમલમાં મૂકી છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે 500 રૂપિયામાં ગેસ-સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. બંને રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી છે.

મોટા ભાગના લોકોને જૂન, 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી નથી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયાનું થઈ ગયું છે.

માર્ચ 2023માં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં એની કિંમત 1103 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 6 જુલાઈ, 2022ના રોજ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ ભાવમાં રૂ.50નો વધારો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com