આજ રોજ તા. ૦૯-૦૭-૨૦૨૦ એ માન. શિક્ષણમૈત્રીશ્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાંની અધ્યક્ષતામાં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, અમદાવાદ ગવર્નિંગ બોડીની મીટીંગ યોજાઈ ગઈ જેમાં તેઓ દ્વારા કેસીજી દૃ મારફતે અમલી કરવામાં આવેલ વિવિધ પ્રકલ્પો અને યોજનાઓ અને થયાં વિચારણા કરેલ હતી. આ મિટીંગમાં માન, શિક્ષણ મંત્રીશ્રી દ્વારા ખાસ કરીને સરકારશ્રીની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, માન.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ. માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અને એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજનાના પ્રચાર-પ્રસાર અંગે સૂચનો કરવામાં આવ્યા જેથી મહત્તમ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકે. મીટીંગમાં થયેલ ચર્ચા અનુસાર રાજ્યના તેજસ્વી,જરૂરિયાતમંદ અને યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તેમની શૈક્ષણિક કારકિર્દી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખુબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂ.૬ લાખથી ઓછી આવક ધરાવતા કુલ ૨,૧૪, ૧૭૬, વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આર્થિક લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્રારા છેલ્લા ચાર વર્ષમાં આ યોજના હેઠળ રૂ.૮૬૫,૨૪ કરોડની વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં મુખ્યમંત્રીશ્રી સ્વાવલંબન યોજના હેઠળ ૧૬.૫૧૬ વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૨,૩૪૪ વર્ષ ૨૦૧૭-૧૮મો ૪૬,૬૨૫ અને વર્ષ ૨૦૧૮-૧૯મો પ૬,૫૮૧ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦માં અત્યાર સુધીમાં ૬૧,૭૧૦ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે. આ પ્રક્રિયા સ્કૂલમાં પણ ચાલુ હોય તેમાં વધારો થશે. આ યોજનાના અમલીકરણ વર્ષ ર૦૧૫-૧૬ શરૂઆતમાં ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઉ0 કે તેથી પર્સનટાઈલ અને વાલીની વાર્ષિક આવક રૂ.૪.પ૦ લાખથી ઓછી બેય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના અંતર્ગત લાભ પ્રાપ્ત થતો હતો. વધુમાં વધુ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭થી ૮૦ કે તેથી વધુ પર્સેનટાઈલ અને વાલીની વાર્ષિક મર્યાદા આવક રૂ.૬ લાખનો સુધારો કરવામાં આવેલ છે. જેના પરિણામે, આ યોજનાની નકારાત્મક અસર એ પડી છે કે પછીના વર્ષ (૨૦૧૬-૧૭) દરમ્યાન લાભાર્થીઓની કુલ સંખ્યામાં લગભગ ૪૫% નો વધારો થયો છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ પ૬૨૪ વિદ્યાર્થીનીઓને લાભ મળેલ જે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૨૩o થયેલ છે. એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલીકરણ પછી વાલીઓ પર ઉચ્ચ અભ્યાસ ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪% જેટલો વધારો થયેલ છે. આ કારણોસર ગરીબ વિદ્યાર્થીઓને આ સહાય મળવાના કારણે મનગમતી કોલેજમાં અભ્યાસ કરતા થયા – સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજ જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે. આ જોગવાઈ ના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન ૧૮ થી ૧૯ લાખ સીધીની સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાની નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ ૨૦૧૭-૧૮થી તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. રાજ્યભરમાં ૨૫o જેટલા હેલ્પ-સેન્ટરો છે. વિદ્યાર્થીઓને અરજી કર્યા તારીખથી માત્ર ૨ મહિનામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBT મારફતે સાથે જમા કરાવવામાં આવે છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં કુલ ૨,૧૪,૧૭૬ વિદ્યાર્થીઓને કુલ રૂ.૮૬૫. ર૪ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે . MBBS અભ્યાસક્રમમાં વધુમાં વધુ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જોડાય તે માટે વર્ષ ૨૦૧૭-૧૮થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂ.૨ લાખની સહાય ઉપરાંત “માન.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ” અંતર્ગત વધારાની રૂ.૪ લાખની સહાય આપવામાં આવે છે. આવી MBBSના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન કુલ. ૨૭.૬૪ લાખની શિષ્યવૃત્તિ સહાય સરકારશ્રી તરફથી મેળવી શકે છે, માન.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત આજદિન સુધીમાં મેડીકલની ૫૧૦૭ વિદ્યાર્થીનીઓને રૂ.૧૧૬.૫૭ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉપરાંત “માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓછી મલ્લિકા સાક્ષરતા તાલુકા ની કન્યાઓ, શહીદ જવાનોના સંતાનો, શ્રમિક વાલીઓના બાળકો, ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો, વિધવા/ડિવોર્સી/ત્યકતા મહિલાના બાળકો, અનાથ બાળકો કે જેઓ ધો-૧૨ની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસક્રમ અર્થે મેરીટના આધારે આર્થિક સહાય મળવાપાત્ર છે, એટલે કે ઉક્ત દર્શાવેલ છ૭ કેટેગરીમાં સમાવિષ્ટ થતા બાળકોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ૫૦% ટ્યુશન ફી અને માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત બાકીની પ0% ટ્યુશન ફી મળી. રહે છે, આ યોજના હેઠળ આજદિન સુધી ૭૧૯૨ વિદ્યાર્થીઓને રૂ.૩ ૭૭૨ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં આર્થિક પાસું નડતરરૂપ ન બને તે માટેના હરહંમેશ પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, માન.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ તથા માન. મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના સફળતાપૂર્વક અમલીકરણ કરી રહી છે. આમ, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા તથા તમામ વર્ગના વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવા આ યોજનાઓ ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે.