વર્તમાન વિશ્વવ્યાપી મહામારી કોવિડ-૧૯ સામેની લડાઈમાં ગુજરાત સરકાર રાજ્યમાં વસતા પ્રત્યેક નાગરિક આરોગ્ય માટે સમાનરૂપે સતત ચિંતાતુર છે તેમજ સંક્રમિત થયેલા પ્રત્યેક દર્દીઓની સારવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે, એવી સર્વ શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આશરે ૪૫ હજારની કિંમતના એક એવા ટોસિલિઝુમેબ તેમજ બહુમૂલ્ય રેમડેસિવિર જેવા ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આરોગ્યલક્ષી અદ્યતન સારવાર મળી રહે એ માટે સતતપ્રયત્નશીલ છે. આમ છતાં, આ ઘનિષ્ઠ કામગીરી સામે પ વિહોણા આક્ષેપો કરતા રાજકીય વિરોધીઓએ આ વૈશ્વિક મહામારીના સમયમાં રાજકારણ રમવાનું બંધ કરી, નાગરિકો અને કોવિડ સંક્રમિત દર્દીઓની સેવા ની કામગીરીમાં લાગી જવું જોઈએ.
આ અંગેની વિગતો આપો તા શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ–૧૯ ૫ ‘પોઝિટિવ દર્દીઓની શ્રેષ્ઠ સેવા સુશ્રુષા કરવામાં આવી રહી છે. અગાઉ પોઝિટિવ હતા તેવા અનેક દર્દીઓ સ્વસ્થ થઈને પિતાના ઘરે પરત ફર્યા છે અને આ દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો ડિસ્ચાર્જ રેટ અને રિકવરી રેટ ખૂબ સારો છે. રાજ્યની વિવિધ સરકારી તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે નિયત કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ફી વિના તમામ દર્દીઓને ૧૪ દિવસથી માંડીને એક મહિના સુધી વિનામૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે.
આ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મોટા શહેરોમાં તથા અન્ય જિલ્લાઓમાં જ્યાં કોરોનાના કેસની સંખ્યા વધારે છે, ત્યાં એક સચિવશ્રી કક્ષાના અધિકારી તેમજ સિનિયર આઈએએસ કક્ષાના અધિકારીને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કરી, કોરોનાની મહામારી સામે માર્ગદર્શન અને રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અપાતી સારવારમાં દર્દીઓ માટે તમામ પ્રકારની દવા પુરતા પ્રમાણમાં | ઉપલબ્ધ છે તેમજ દર્દીએ કોઈપણ દવા બહારથી લાવવાની રહેતી નથી. આ માટે વિશ્વ આરોગ્યસંસ્થા તેમજ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસાર રાજ્યના પ્રત્યેક દર્દીને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂરતી સારવાર આપવામાં આવી રહી છે.
ખાસ કરીને અત્યંત ગંભીર ૫ પરિસ્થિતિમાં દર્દીઓ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે નિષ્ણાત તબીબો દ્વારા ભલામણ કરવામાં આવતી હોય છે. સમગ્ર વિશ્વમાં સ્વિટ્ઝરલેન્ડની એક માત્ર રોશ કંપની જ આ ઇન્જેક્શન નું ઉતપ દિન કરે છે. જ્યારે ભારતમાં એક માત્ર સિપ્લા કંપનીના આ ઇન્જેક્શનની ડીલર છે. આવા પ્રત્યેક ઇજેકશન ની કિંમત આશરે ૪૫ હજાર રૂપિયા જેટલી થાય છે. આમ છતાં, રાજય સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં નિષ્ણાત તબીબોની ભલામણ અનુસાર, આ ઇજેક્શન મોકલી આપવામાં આવે છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધા જે રોલ કંપનીનો સંપર્ક કરીને આ ઇજેક્શન વધુમાં વધુ સંખ્યામાં ગુજરાતી મોકલવામાં આવે, એ માટે સતત ચર્ચા કરવામાં આવી રહી છે. જેના પરિણામ રૂપે, પાંચ હજાર ઈન્જેક્શન ની ડિમાન્ડ સામે કંપની દ્વારા ૨૫૩૭ વાયલ મોકલવા માટે સંમતિ આપવામાં આવી છે. જે અંતર્ગત મળેલ ૪૦૦ મિલિગ્રામના ૧૨૪૦ વાયલમાંથી ૧૧૯૧ વાયલ, ૨૦૦ મિલિગ્રામના ૧૭૦માંથી ૧૬૧ વાયલ અને ૮૦ મિલિગ્રામના ૮૧૦ વાયલમાંથી 931 વાયલ એમ કુલ મળીને અત્યાર સુધી રાજ્ય સરકારે મળેલા ટોસિલિઝુમેબ નાં કુલ 2220 વાયલમાંથી2083 વાયલનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, આ ઇજેક્શન સપ્લાય મર્યાદિત હોવાને કારણે નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવતી રજૂઆત અનુસાર ઇજેક્શન મોકલવામાં આવે છે. આ જ રીતે અન્ય એક આવશ્યક ઇજેક્શન રેમડેસિવિર જરૂરિયાત અને પુરવઠાની વિગતો આપતા શ્રી પટેલે જણાવ્યું કે આ પ્રકારના ઇજેક્શન ૮૦૫૦ ઇજેક્શનની રાજય સરકારની માગણી સામે માત્ર ૨૫૦ ઇજેશન જ મળી શકયા