ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પાસે વિશાળ મેદાન હોવા છતાં પાર્કિંગનું યોગ્ય રીતે આયોજન નહી કરવાથી કાર, રીક્ષા સહિતના ખાનગી વાહનોનું આડેધન પાર્કિંગથી એમ્બ્યુલન્સને નિકળા માટે કપરૂ બની રહે છે. આથી અમદાવાદની સિવિલ હોસ્પિટલની જેમ યોગ્ય રીતે વાહનોનું પાર્કિંગ કરાવવામાં આવે તેવી માંગણી દર્દીઓના સગાઓમાં ઉઠવા પામી છે.સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. જાેકે હાલમાં નવી આઠ મજલાની બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત દર્દીઓના સગાઓને રહેવા માટે રેન બસેરાના બિલ્ડીંગનું પણ નિર્માણની કામગીરી ચાલી રહી છે. જાેકે સિવિલ હોસ્પિટલમાં દુકાનો સહિત આવેલી છે. આથી લોકોની ભીડ સદાય રહે છે. સારવાર અને નિદાન માટે આવતા દર્દીઓને પોતાના વાહનો પાર્કિંગ કરતા હોય છે. જાેકે સિવિલ હોસ્પિટલની પાસે વિશાળ જગ્યા હોવા છતાં ખાનગી વાહનો જેવા કે રીક્ષા, કાર, સ્કુટર, બાઇક સહિતના નાના અને મોટા વાહનોનું આડેધન પાર્કિંગ કરવામાં આવે છે. જેને પરિણામે ઇન્ડોર અને ઓપીડી સારવાર તથા નિદાન માટે આવતા દર્દીઓને પોતાના વાહનો પાર્ક ક્યાં કરવા તે મોટો પ્રશ્ન બની રહે છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આવડા મોટા મેદાનમાં વાહનોનું યોગ્ય રીતે પાર્કિંગ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. જાેકે સિવિલ હોસ્પિટલમાં પે પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ખાનગી રીક્ષાઓ તેમજ ગાડીઓના આડેધડ પાર્કિંગને પગલે એમ્બ્યુલન્સને અવર જવરમાં હાલાકી પડતી હોય છે. આથી રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલમાં જ યોગ્ય રીતે વાહન પાર્કિંગનો અભાવ જાેવા મળી રહ્યો છે. તેમ છતાં તેના માટે કોઇ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સૂર ઇન્ડોર અને ઓપીડી સારવાર માટે દર્દીઓ અને તેમના સગાઓમાં ઉઠી રહ્યો છે.