એક જજમેન્ટ સામે ૩૦ કેસ નવા જેવો ઘાટ, GJ-18 કોર્ટમાં ૪૦ હજારથી વધુ કેસ પેન્ડિંગ, સૌથી વધુ ૨૭૦૦૦ ક્રિમિનલ કેસ

Spread the love

દેશભરની અદાલતોમાં પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ માટેના પ્રયાસો હાલ થઇ રહ્યા છે ત્યારે ગાંધીનગરના જિલ્લા અને સેશન્સ કોર્ટની વાત કરીએ તો તેમાં કુલ ૪૧,૬૩૮ કેસો પેન્ડિંગ છે. જેમાં ૧૪,૦૯૬ સિવિલ કેસો અને ૨૭,૫૪૨ ક્રિમિનલ કેસોનો સમાવેશ થાય છે.
જ્યારે કુલ ૩,૭૧,૨૪૬ કેસોનો નિકાલ આવ્યો છે. જેમાં ૬૯,૯૩૮ સિવિલ કેસ અને ૩,૦૧,૩૦૮ ક્રિમિનલ કેસો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં એટલે કે, ૨૦૨૧થી લઈને અત્યાર સુધી ૭૧,૬૨૭ કેસોનો નિકાલ આવ્યો છે. જિલ્લા કોર્ટમાં સૌથી વધુ ૧૭,૩૨૩ કેસ એવા છે કે, જે એક વર્ષથી ઓછા સમયથી ચાલી રહ્યા છે. જેમાં ૫,૨૨૫ સિવિલ કેસ અને ૧૨,૦૯૮ ક્રિમિનલ કેસો સામેલ છે. જ્યારે ૧૬,૦૧૮ કેસો એવા છે કે, જે એક વર્ષથી પાંચ વર્ષના સમયગાળાથી ચાલે છે.જેમાં ૫,૧૨૩ સિવિલ કેસ અને ૧૦,૮૯૫ ક્રિમિનલ કેસો છે. તે ઉપરાંત પાંચથી દસ વર્ષ સુધી ચાલતા ૫,૦૩૧ કેસો છે. જેમાં ૨,૩૯૯ સિવિલ અને ૨,૬૩૨ ક્રિમિનલ કેસો છે. ૧૦થી વધુ વર્ષથી ચાલતા ૧,૩૪૯ સિવિલ અને ૧,૯૧૭ ક્રિમિનલ કેસો સહિત કુલ ૩,૨૬૬ કેસો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ ૭૧,૬૨૭ કેસોનો નિકાલ આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૨૭,૫૦૩ કેસોનો નિકાલ થયો હતો. જ્યારે ૨૦૨૧માં ૨૫,૯૪૦ અને ૨૦૨૩માં ૧૮,૧૮૪ કેસોનો નિકાલ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષોમાં એક વર્ષથી ઓછા સમયમાં નિકાલ થયો હોય એવા ૪૪,૪૧૦ કેસો, એકથી પાંચ વર્ષથી ચાલ્યા હોય એવા ૧૮,૭૧૦ કેસો, પાંચથી દસ વર્ષથી ચાલતા ૪,૮૩૨ અને ૧૦ વર્ષથી વધુ ચાલતા ૩,૬૭૫ કેસોનો નિકાલ થયો હતો.જિલ્લા કોર્ટમાં ૨૨,૦૩૫ એવા કેસો છે, જેમાં પક્ષકારો કોર્ટ સમક્ષ આવ્યા છે. એટલે કે એપિરિયન્સ કર્યો છે. જેમાંથી ૫,૭૪૬ સિવિલ અને ૧૬,૨૮૯ ક્રિમીનલ કેસો છે. જ્યારે ૧૫,૩૭૬ કેસોમાં એવિડન્સ, આર્ગ્યુમેન્ટ અને ચુકાદાની કાર્યવાહી ચાલે છે. જેમાં ૫,૫૪૧ સિવિલ અને ૯,૮૩૫ ક્રિમીનલ કેસો છે. સ્ટે લાગ્યા હોય એવા ૧,૧૦૮ કેસો છે. જેમાં ૭૫૩ સિવિલ અને ૩૫૫ ક્રિમીનલ કેસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com