અમદાવાદ
મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, ભાજપ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ,ચીફ ઓડિટ, ટેક્ષ તથા સરદાર પટેલ સ્ટેડિયમ વિભાગ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, રીક્રિએશનલ કલ્ચરલ અને હેરીટેજ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ કમિટીના કામોને ,વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં નેશનલ પ્લાન ફોર કન્ઝર્વેશન ઓફ એકવેટીક ઇકોસિસ્ટમની (NPCA) યોજના હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનમાં જગતપુર ગામ તળાવ તેમજ કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અંતર્ગત સ્ટેટ વોટર એક્શન પ્લાન-૧ (SWAP-૧) અન્વયે ભાડજ ગામ, ઓગણજ કામ તથા ઓકાફ ગામ તળાવના વિકાસ કામો માટે કુલ રૂા. ૨૫૬૫ લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી.
પશ્ચિમઝોનના સાબરમતી વોર્ડમાં આવેલ હયાત સાબરમતી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે પંપહાઉસ સહિત નવી બનતી અંડરગ્રાઉન્ડ ટાંકી સંલગ્ન ઇલે-મીકે. ઇક્વીપમેન્ટસ તેમજ ઇન્સ્ટ્રુમેન્ટસની એસ.આઇ.ટી.સી. તથા ૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સની કામગીરી માટે રૂા. ૫૦૧ લાખથી વધુના કામને ,ઉત્તર-પશ્ચિમઝોનના બોડકદેવ વોર્ડમાં નવા સમાવિષ્ટ બોપલ વિસ્તારમાં મેઘના સોસાયટી રોડ, ટેલીફોન એક્ષચેન્જ રોડ, સરકારી ટ્યુબવેલ રોડ તથા અન્ય વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાંખવા માટે રૂા. ૩૨ લાખથી વધુના કામને ,ઉત્તર/દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ નવા બનતા ગાર્ડનમાં ગાર્ડન ખાતાની જરૂરીયાત મુજબ ૧૨ નંગ નવા બોરવેલ બનાવવા માટે બોરવેલની ડ્રીલીંગ, કન્સ્ટ્રક્શન, ડેવલોપીંગ પાઇપ એસેમ્બલી તેમજ સબ.પંપ મોટર સેટની એસ.આઇ.ટી.સી.ની કામગીરી માટે રૂા. ૧૭૩ લાખથી વધુના કામને ,પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં રાણીપ વિસ્તાર તથા નવા રાણીપ વિસ્તારમાં જુદા-જુદા ટી.પી. રોડ ઉપર આવેલ ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન રીપેરીંગ કરવાના તથા મશીન હોલ બ્રેક ડાઉન રીપેરીંગ ક૨વાની કામગીરી તથા ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજને લગતી આનુષાંગિક કામગીરી કરવા માટે રૂા. ૬૫ લાખથી વધુના કામને ,ઉત્તર ઝોન તથા અન્ય ઝોનમાં ડ્રેનેજ/સ્ટ્રોમ વોટર લાઇનોના બ્રેક ડાઉન રીપેર કરવાની કામગીરી કરવા માટે રૂા. ૬૩ લાખથી વધુના કામને ,ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલ સરકારી વસાહત રોડ પર તથા અન્ય જુદી જુદી જગ્યાએ જરૂરિયાત મુજબ સ્ટોર્મ વોટર લાઇન નવી નાંખવાના તથા જરૂરિયાત મુજબ મેઇન્ટેનન્સ કરવા માટે રૂા. ૩૧ લાખથી વધુના કામને ,ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં નવા સમાવિષ્ટ નાના ચિલોડા વિસ્તારમાં ઔડા દ્વારા નંખાયેલ જુના નેટવર્કને કાર્યરત કરવા નાના ચિલોડા પંચાયત રોડ, પ્રેમ પ્રકાશ આશ્રમ રોડ, નોબલ નગર રોડ ઉપર તેમજ વોર્ડમાં અન્ય જગ્યાએ ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરવા માટે રૂા. ૨૧૨ લાખથી વધુના કામને,ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં નવા સમાવિષ્ટ વિસ્તાર જેવા કે નાના ચિલોડા, ન્યુ શાહીબાગ, ટી.પી. રોડ તથા સ્લમ વસાહતમાં પાણીની લાઇન નાંખવા, પાણીની લાઇનના જરૂરી લીકેજ કે બ્રેકડાઉન રીપેરીંગ કરવા, પાણીના પ્રેસર સુધારવા તથા પાણીને લગતા અન્ય આનુષાંગિક કામો કરવા માટે રૂા. ૩૮ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં પશ્ચિમ ઝોનના જુદા જુદા રસ્તાઓની ઈરોઝન થયેલ હયાત સરફેસ ઉપર માઇક્રો રી-સરફેસીંગ પધ્ધતિથી રીસરફેસ કરવાના કામ માટે રૂા. ૪૫૧ લાખથી વધુના કામને ,ઉત્તર ઝોનના કુબેરનગર વોર્ડમાં સરદારનગર ટાઉનશીપ વાળા પ્લોટમાં પ્લે ગ્રાઉન્ડ તથા ગાર્ડન બનાવવાના કામ માટે રૂા. ૮૯ લાખથી વધુના કામને ,દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં લાંભા ગામ, લક્ષ્મીપુરા ગામ, કમોડ ગામમાં તથા વોર્ડમાં અન્ય વિસ્તારમાં આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવાનાં કામ માટે રૂા. ૧૬૧ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં મ્યુનિ.કાઉન્સીલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માન. સંસદ સભ્યશ્રીઓ દ્વારા ફાળવેલ બજેટ ગ્રાન્ટ, સ્વર્ણિમ બજેટ તેમજ અન્ય ફાળવેલ બજેટ ગ્રાન્ટમાંથી ખાનગી સોસાયટીઓમાં, ચાલીઓમાં તથા સ્લમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કામો તેમજ સ્ટ્રીટ લાઇટના સુધારણાના કામો રૂા. ૩.૦૦ કરોડની મર્યાદામાં કરાવવાના કામને , ઉત્તર ઝોનના વિવિધ વોર્ડોમાં કોલ્ડમીક્ષ ઇન્જેકશનના ખાડાઓ પેચીંગ મશીનથી પેચ વર્ક કરવાના કામ માટે રૂા. ૭૧ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
રીક્રિએશનલ કલ્ચરલ અને હેરીટજ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં ઉત્તર ઝોનમાં નવીન બનેલ રખિયાલ જીમ્નેશિયમને ૫ વર્ષ માટે પી.પી.પી ધોરણે ચલાવવા માટે આપવાના કામને મંજૂરી આપવામાં આવી.
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે નવનિર્મિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં “THE INTERNATIONAL ASSOCIATION OF LIONS CLUB ” સંસ્થા દ્વારા પ્રથમ માળમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા તથા ૩ વર્ષ માટે ટોકન ભાડાથી ભાડે આપવાના ,ઉત્તર પશ્ચિમઝોન ખાતે નવનિર્મિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં “HEALTH & CARE FOUNDATION HOSPITAL” સંસ્થા દ્વારા ત્રીજા માળે સેરેબ્રલ પાલ્સી થેરેપી સેન્ટર શરૂ કરવા તથા ૩ વર્ષ માટે ટોકન ભાડાથી ભાડે આપવાના ,અ. મ્યુ. કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી સારૂ સફાઈ કામદારો માટે એમ.એસ. હેન્ડ કાર્ટ સાથેનાં ૩૦,૦૦૦ નંગ પીઈ બીન્સ ખરીદ કરવા માટે રૂા. ૧૨૪ લાખથી વધુ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ઉત્પન્ન થતાં સી એન્ડ ડી વેસ્ટનાં નિકાલ માટે ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ૧૦૦૦ મેટ્રીક ટનનો સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવી તથા ૫ વર્ષ માટે ઓપરેશન અને મેઇનટેનન્સ માટે તથા અલગ અલગ સી એન્ડ ડી પ્લોટમાંથી સી એન્ડ ડી કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહીતની આનુષાંગીક કાર્યવાહી કરવાના કામને મંજૂરી આપવામાં આવી.