અમદાવાદ
આગામી તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોને શોધી કાઢવા અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરની સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ. જી.આર.ભરવાડ તથા હે.કો. રાકેશસિંહ ધર્મેન્દ્રસિહ તથા પો.કો. વિશાલભાઈ જયેશભાઈ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતાં આરોપી (૧) મોહમદ દિલદાર મોહમદ તવાબ મણીયાર, ઉ.વ.૨૯ રહે. ઘર નંબર-૩૮, શંભુ પટેલની ચાલી, ગુજરાત સમાચારની સામે, લાલમીલ, ગોમતીપુર, અમદાવાદ શહેર. મુળવત મુળવતન ઈબ્રાહીમપુર, પોસ્ટ. વલ્લીપુર, થાના, બલ્દીરાય, તાલુકો. બલ્દીરાય, જીલ્લો. સુલ્તાનપુર, ઉતરપ્રદેશ (૨) મોહમદ સાબીર ઉર્ફે અશ્રુ સ/ઓ મોહમદ સગીર અન્સારી ઉ.વ. ૨૮ રહે. ઈરફાનભાઈ, પાનવાળાના કારખાનામાં, ગંજી ફરાક મીલ રોડ, ગોમતીપુર, અમદાવાદ શહેર મુળવતન ઈબ્રાહીમપુર, પોસ્ટ. વલ્લીપુર, થાના. બલ્દીરાય, તાલુકો. બલ્દીરાય, જીલ્લો. સુલ્તાનપુર, ઉતરપ્રદેશ. રખીયાલ મચ્છી માર્કેટ પાસે જાહેરમાંથી ઝડપી લીધેલ છે.
આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચા નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા તમંચના નંગ ૧૧ કારતૂસ કિ.રૂ. ૧૧૦૦ મળી કુલ રૂ.૧૧,૧૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.
આરોપીઓ પૈકી આરોપી મોહમદ દિલદાર છેલ્લા દસ વર્ષથી અમદાવાદ ખાતે રહી મજૂરી કામ કરે છે. પરંતુ મર્યાદીત આવકના કારણે આર્થિક તંગી રહેતી હોય, ઝડપથી રૂપીયા મેળવવા સારૂ લૂંટ કરવાનુ નક્કી કરેલ. લૂંટ કરવા માટે આરોપી મો. દિલદારે તેના વતનના સહ આરોપી મો. સાબીરને આ બાબતે જાણ કરી, બન્ને જણાએ યુ.પી. થી લૂંટ કરવાનુ નક્કી કરી તેના વતનમાથી બે દેશી તમંચા ખરીદ કરી લઈ આવેલ. આરોપી મો. દિલદાર પોતે જ્યા કપડા સિવડાવતો તે “ સરસ્વતી કાપડની દુકાન” માં ધણી ઘરાકી રહેતી હોય. જેના કારણે ઘણા રૂપીયા હોવાની સંભાવના આધારે ત્યાં લૂંટ કરવાનુ નક્કી કરેલ. ગઈ તા.૨૨/૦૮/૨૩ ના રોજ પકડાયેલ બન્ને આરોપીઓ રાત્રીના આશરે ૦૯/૦૦ વાગે લૂંટ કરવા હથીયાર લઈ દુકાન પાસે ગયેલ. પરંતુ દુકાનમાં વધારે માણસો હોવાથી લૂંટ કરી શકેલ નહી. ત્યાંથી પરત થઈ ગયેલ. આ દુકાનમાં લૂંટના ગુનાને અંજામ ન આપી શકવાથી બન્ને આરોપીઓ હથીયાર લઈ અન્ય કોઈ જગ્યાએ જ્યાં માણસોની અવર જવર ઓછી હોય. સરળતાથી લૂંટના ગુનાને અંજામ આપી શકાય તેવી જગ્યાની શોધમાં હતાં પરંતુ તે પહેલા ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે બન્ને આરોપીઓને હથીયારો સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.