દેશમાં ઉદ્યોગપતિ, નેતા, મંત્રી, મુખ્યમંત્રી ના સંતાનો હોય એટલે તુરંત જ સ્ટોરી વધારે એક્સપોઝ થઈ જાય, ત્યારે લોકડાઉનની સ્થિતિમાં રાત્રે કર્ફ્યુ હોવા છતાં સુરતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણી ના પુત્ર તેના મિત્રને કામ હોવાથી અને સસરા બીમાર હોવાથી બહાર નીકળ્યા હતા ત્યારે પોલીસ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારે કહેવત છે કે, પકડાય એટલે ચોર, બાકી દરેક બે ચોર હોય છે તેમાં જે ઘટના બની છે તે ઘટનામાં તમામ વિડિયો જોવામાં આવે તો લેડી પોલીસ કોન્સ્ટેબલ પોતે વધારે પડતો રોફ ઝાડો રહી છે અને મંત્રી કુમાર કાનાણી પુત્ર એક નહીં અનેક નિયમો શીખવતી હોય તેમ ફાયર કરી રહી છે, ત્યારે પોલીસની ખાખી વર્ધી ના મંત્રીના પુત્ર માન આપી રહ્યો છે અને પોતે કો-ઓપરેટ પણ કરી રહ્યો છે ત્યારે મંત્રીની ગાડીમાં જે લટકણીયું બોર્ડ લગાવવામાં આવ્યું છે તે તમામ બોર્ડ ઉચ્ચ અધિકારીઓ, ન્યાયાધીશ, ધારાસભ્યો, સાંસદો, ટીડીઓ, ડીડી થી લઈને મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ આ પાટીયા મારતા હોય છે. ત્યારે લેડી કોસ્ટેબલ ને ખબર નથી કે સુરત નહીં પણ ગુજરાતમાં આવી ગાડીમાં લટકણીયા પાટીયા એક નહીં હજારો જોવા મળશે તેમાં બેમત નથી. આજે નિયમોનુસાર કોઈપણ અધિકારી કે નેતા બોર્ડ લગાવી શકે નહીં ત્યારે પ્રાઈવેટ ગાડીમાં લટકણિયા પાટિયું જે મૂકેલું છે તેને લેડી કોન્ટેબલે સૂચના આપતા આદરપૂર્વક પાટીયું હટાવી દીધું હતું. ત્યારે તે પછી પણ વીડિયોમાં તેમના પુત્રને તારા પિતાને ફોન લગાય તેમ જણાવે છે ત્યારે હા, લેડી કોન્સ્ટેબલ પોતે મંત્રીનો આદરપૂર્વક સાહેબ કહીને ઉદબોધન કરી રહી છે ત્યારે મંત્રીએ કોઈપણ ભલામણ પુત્રની બાબતમાં નહીં કરી કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટપણે જણાવી રહ્યા છે ત્યારે વારંવાર જ્યાં મોબાઈલ વીડિયો જ બનાવી રહ્યાં છે તેના પર કોસ્ટેબલની કેમ નજર છે ?
રાજ્યમાં નેતાના પુત્ર કે સંબંધ હોવો ગુનો થોડી છે ત્યારે આ લેડી મંત્રીને વારંવાર કાયદાના પાઠ સંદર્ભે પુત્રનો ચર્ચા કરી રહી છે ત્યારે મંત્રીએ કોઈપણ રિક્વેસ્ટ કે ભલામણ કર્યા વગર સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે મારા પુત્ર એ નિયમો તોડ્યા અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો નિયમોનુસાર કાર્યવાહી કરો ત્યારે પણ લેડી ફોન મૂકતી નથી ત્યારે આ વિડીયો અને બીજા થયેલા એક્સપોઝ જે વિડિયો છે તે સોશિયલ મીડિયામાં કોણે વાયરલ કર્યા ? છે તપાસનો વિષય છે, દરેક જગ્યાએ પોલીસ માસ્ક ને બાંધેલું હોય અથવા રાત્રે નીકળતા હોય તો તેના પૂછતાછ કરી તેમાં કશું જ ખોટું નથી પણ વીડિયો ઉતારવા અને વિડિયો કોણે ઉતાર્યો, વીડિયો ઉતારવાનું કારણ શું? તે ખૂબ જ તપાસનો વિષય છે. મુખ્યમંત્રી, ભૂલ મંત્રી કાનાણી ઠપકો આપ્યો પણ કાનાણી નો વાંક ખરો ? જો હા તો કયો વાંક? પુત્ર રાત્રે કરફ્યુમાં કદાચ નીકળ્યો તો તેને સઘળી હકીકત પણ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને જણાવી દીધી છે. ત્યારે પણ મંત્રીઓ પુત્ર હોય વધારે ખેંચતાણ કરવાનું કારણ શું ? ત્યારે આ એક્સપોઝ વિડીયો સુરતથી કયા નેતાએ વાયરલ કર્યો છે ? તે ચકાસવાની જરૂર છે કુમાર કાનાણીને ઉપરથી નીચે સુધી વેતરવા રાજકીય ભાજપના નેતાનો હાથ હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ કહેવાય છે કે નિયમો તો ઘણા પણ પકડાય એ ચોર બાકી નિયમો કાયદા બેચર જેવો ઘાટ છે ત્યારે હવે કુમાર કાનાણી પણ અંડર કરંટ મેદાને ઉતર્યા છે. કારણકે તેને રાજકારણ પતાવવા રાજકીય કિન્નાખોરી નો ભાગ હોવાનું પણ પ્રાથમિક દેખાઈ રહ્યું છે ત્યારે દેશમાં રાજકીય નેતાના પુત્ર ગાના અનેક કારનામાં વાંચ્યા છે પણ એમાં કોઈ એવું કારનામું મંત્રીના પુત્ર એ કર્યું નથી કે આટલી બધી આ ચર્ચાને પવન આપીને વાવાઝોડું ઊભું કરવાનું ત્યારે
વીડિયો કોઈપણ નાગરિક ઉતારવી, પોલીસ દંડો ઉગામતો. ફોટો વાયરલ કરવો, તે યોગ્ય છે? પ્રકાશ કાનાણી પોતે મર્યાદામાં અને કાયદાના નિયમમાં રહીને પોતે અદબ વાળીને ઊભો હોવા છતાં લેડી કોન્સ્ટેબલ વધારે બોલીને ઉપસી રહી છે ત્યારે કરફયૂમાં બહાર નીકળવા અને પિતાની ગાડીમાં જે લટકણીયું બોર્ડ લગાવેલું છે તે નિયમમાં ન હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા મંત્રી પોતે ફોનમાં કહી રહ્યા છે ત્યારે વધુને વધુ મંત્રી ની સાથે વાત કરવા પ્રયત્ન કરીને મંત્રી ઉપસાવા ની કોશિશ કરે છે ત્યારે મંત્રી અને પુત્ર ક્યાંય પણ ગુસ્સા માં ઉપસ્યા નથી ત્યારે શું રાજ્યમાં પોલીસ બાઈક, ગાડી, પ્રાઈવેટ વાહનો ઉપર પોલીસ સ્ટીકર, એક્સ પી આઈ, ડીવાયએસપી થી લઈને ઉચ્ચ અધિકારી એવા કલેકટર, મામલતદાર, કમિશનર, ડેપ્યુટી કમિશનર થી લઈને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેડિંગ કમિટી ચેરમેન, પ્રમુખ, સરપંચોના પણ હજારો રાજ્યમાં લટકણિયા ગાડીમાં બોર્ડ લગાવેલા છે ત્યારે કેટલા ઉપર કાર્યવાહી થઈ તે અગત્યનું છે.
સુરતમાં થયેલા આ બનાવમાં મંત્રી, પુત્ર અને પોલીસ લેડી દબંગ એવા સુનિતા યાદવ ની ચર્ચા સોશિયલ મીડિયામાં વાંચવા મળી રહી છે ત્યારે વીડિયો બનાવવો અને એક્સપોઝ કરવો જરૂરી છે ખરો?
આ વીડિયો સુરત થી યાદ નેતાના ઇશારે કરવામાં આવ્યો છે અને કુમાર કાનાણી નો ગ્રાફ નીચે લાવવાના જે પ્રયત્ન થયો છે તેની તપાસ હવે અંડર કરંટ ભાજપ પણ કરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં વિધાનસભા આવી રહેલી પેટા ચૂંટણી બાદ કદાચ નવા મંત્રી મુકાય અથવા મંત્રી મંડળી નું વિસર્જન કરીને નવા ચહેરા મૂકવામાં આવે તો અત્યારથી જ કુમાર કાનાણીના પનું કાપવા કોઈ રાજકીય ચહલ પહલ તો નથી ને ? આ તમામ કોકડાની તપાસ કરીને એક્સપોઝ કરનારા બોકડા હવે ભાજપ ગોતે તો નવાઈ નહીં.
મંત્રી કુમાર કાનાણી પણ રવિવારે મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને પોલીસકર્મીએ જે પ્રકારે અભદ્રતા કરી છે ગાળાગાળી કરી છે તેના વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવે તેની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. મેં મારા પુત્રને અભદ્રતા શીખવાડી નથી, જો તેને ગુનો કર્યો છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તો રાત્રે પણ કોન્સ્ટેબલને કાનૂની કાર્યવાહી કરવી જોઈતી હતી ને કે ખરાબ વર્તન કરવું જોઈતું હતું.
રવિવારે મારા પુત્રની ધરપકડ થઇ તો હું પોલીસ સ્ટેશન પણ ગયો હતો. ન તો મારો કોઈ સમર્થક પોલીસ સ્ટેશન ગયા હતા. મંત્રી કાનાણી મીડિયા સમક્ષ પોતાના અંગત વ્યવહાર ને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે મને ના તો મારા મંત્રી પદનો લોભ છે ના તો ધારાસભ્ય હોવાનો ઘમંડ છે. આ તો બધા જ પ્રેમ છે જે હું આજે આ પદ પર છું નહીં તો મેં આજ સુધી કોઇના પર રૌફ બતાવ્યો નથી, આ મામલે સ્વાધ્યાય રાજય મંત્રી કુમાર કાનાણી સાથે વિજયી રૂપાણીએ વાત કરી સંપૂર્ણ જાણકારી લીધી હતી. કુમાર કાનાણી કહ્યું કે તેમણે સમગ્ર ઘટનાક્રમને રિપોર્ટ ગાંધીનગર મોકલી દીધો છે.
જ્યાં તે માત્ર ઓડિયા માધ્યમથી જાણકારી પહોંચાડવામાં આવી હતી નો લોકોને તમારા વિરુદ્ધ ખોટી જાણકારી મળી હતી પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો તો બધુ સામે આવી ગયું છે. આ વીડિયો ગાંધીનગર મોકલવામાં આવ્યો છે અને પોલીસ કમિશ્નરે પણ કહયું કે જે દોષી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.