GJ-18 મહાનગરપાલિકાના નગરસેવક હેમાબેન ભટ્ટ પોતે દીકરી સાથે સેક્ટર ૧૧ ખાતેના ચંદ્ર ફોટો સ્ટુડિયો ખાતે કામથી આવ્યા હતા ,ત્યારે ચંદ્ર ફોટો સ્ટુડિયો ની સીડી ચડતા પાંચ થી છ પગથિયા પર પટકાયા હતા ,ત્યારે તેમને ભારે પગે ઇજા થવા પામી છે ,બે હાડકા વચ્ચે જગ્યા થઈ જતા ઓપરેશન કરવું પડ્યું હતું. પ્રાપ્ત વિગતોનું સાર સેક્ટર ૧૧ જાેવા જઈએ તો કોમર્શિયલ વિસ્તાર કહેવાય અને સેક્ટર-૧૧ એટલે GJ-18 નુંહાર્દ ગણાય, ત્યારે સેક્ટર ૧૧ ના સુમન સિટીમાં ચંદ્ર ફોટો સ્ટુડિયો આવેલો છે, ત્યારે તેની સીડી પણ અટપટી અને ચઢતા હોય તો પણ બીક લાગે ,ત્યારે કરોડો રૂપિયાની મિલકત ખરીદનારા ગ્રાહક માટે એક સારી સીડી માં નજીવો ખર્ચ કરી શકતા નથી ,ત્યારે ઘણી વાર પડી ગયા ના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે ગ્રાહકની દુકાન ચાલે છે, ત્યારે ગ્રાહકનું હિત ન જળવાતું હોય અને ગ્રાહક માટે કમસેકમ સીડી તો વ્યવસ્થિત ખર્ચ કરો, ત્યારે ભાજપના નગરસેવા હેમાબેન ભટ્ટ તેમની દીકરી અને પરિવાર સાથે ચંદ્ર ફોટો સ્ટુડિયોમાં ફોટા પડાવવા અને પર્સનલ કામ થી સુમન સીટી સેક્ટર- ૧૧ ખાતે આવ્યા હતા ત્યારે રક્ષાબંધનના તહેવાર નજીકમાં જ આ બનાવ બનવા પામેલ, તેમાં હેમાબેન પોતે સીડી ચડતા જ સીડીના દાદરા ખળભળાટ અવાજ આવતો હોય જે વેપારી દ્વારા રીપેરીંગ નહીં કરાવતા નગરસેવક પોતે ચારથી પાંચ દાદરા ઉકળી પડયા હતા અને ભારે ઇજાજ થવા પામી હતી ,ત્યારે તેમણે દવાખાને લઈ જતા હાડકાના ડોક્ટરે જણાવેલ કે બે હાડકા વચ્ચે (ગેપ) જગ્યા છે, જેથી ઓપરેશન તાત્કાલિક કરવું પડશે અને પગ પણ વળી જતા ઓપરેશન ત્વરિત કરવું પડ્યું હતું, ત્યારે દરેક નગરસેવકોમાં બોલકા હેમાબેનને પગે ઇજા થવા પામી હતી ,બાકી જીભ સલામત છે, તેનો અનેક લોકોએ પાડ માન્યો છે, કહેવત છે કે મીંઢુ અને ન બોલતું માણસ કરતાં બોલતું માણસ સારું, જે હોય તે મોઢે કહી દે અને બોલતો વ્યક્તિના પેટમાં ક્યારેય પાપ ન હોય તેવું કહેવત પણ છે, ત્યારે બોલકા નગરસેવકને ઈજા થતાં શહેરમાં ચર્ચાસ્પદ વિષય બન્યો હતો ,ત્યારે ઘણાં એ કીધું કે બહેનની જીભ સલામત છે એટલે વાંધો નહીં ,બાકી આવા બોલકાબેન મળે ક્યાંથી ? ત્યારે ૪૪ નગર સેવકોમાં મહિલામાં સૌથી વધારે બોલકા બેન કહેવાય ,ત્યારે ચંદ્ર પર જતા બેનને ઈજા થતાં શહેરમાં પણ ચકચાર મચી છે.