ગાંધીનગરનાં રાંધેજામાં પોલીસનો જુગારીઓ પર સપાટો, પાંચ ઝડપાયાં

Spread the love


ગાંધીનગરના રાંધેજા પાટીયા પાસે આવેલ સિધ્ધેશ્વરી આર્કેડ કોમ્પ્લેક્સમાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ગ્રાઉન્ડ ફલોરની દુકાનમાં રેડ કરીને પાંચ જુગારીઓ ને 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ ડી બી વાળાની ટીમ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, રાંધેજા પાટીયા પાસે આવેલ સિધ્ધેશ્વરી આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નંબર GF-14 માં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે એલસીબીની ટીમ બાતમી વાળી દુકાનમાં ત્રાટકી હતી. જ્યાં દુકાનનું શટર બહારથી ઊંચુ કરતા પાંચ જુગારીઓ કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા. અચાનક જ સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમને જોઇને જુગારીઓએ ફફડીને હાથમાંના ગંજીપાના દાવ ઉપર ફેંકી ઉભા થઇ ગયા હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની કડક સૂચના આપી પાંચેયની પૂછતાછ કરતાં તેઓના નામ ભાવેશજી ઇશ્વરજી ડાભી (૨હે, વાણિયા વાળો વાસ, ગામ – ખોરજ), મહેશ કનુભાઇ પટેલ(રહે, માંડવી ચોક ગામ-રાંધેજા), પ્રકાશસિંહ રણજીતસિંહ વાઘેલા(રહે, 13, સિધ્ધેશ્વરી હોમ્સ-1 રાંધેજા), પ્રકાશ રવિન્દ્રભાઇ પટેલ (રહે, સી-1301, સ્પર્શ કાઉન્ટીંગ રાંધેજા) તેમજ પ્રિતેશ સાંકાભાઇ પટેલ(રહે, મૈત્રી સોસાયટીની બાજુનાં ખેતરમાં, ગામ-રાંધેજા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં એલસીબીએ દાવ પરથી તેમજ જુગારીઓની અંગ ઝડતી લેતા કુલ રૂ. 14 હજાર 980 ની રોકડ, 45 હજારના પાંચ મોબાઇલ તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 59 હજાર 980 નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com