અમદાવાદ
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી આજરોજ શરૂ કરાવેલ છે.જે અન્વયે શહેરનાં ૭ ઝોન પૈકી ભુલાભાઇ પાર્ક, ગોતા, એસ.ટી.ગીતામંદિર રોડ, ઠક્કરબાપાનગર, સમ્રાટનગર,કુબેરનગર,પ્રતીક્ષા એપાર્ટમેન્ટ તથા અમરાઇવાડી વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ ૧૧૯ પશુઓ પકડવામાં આવેલ છે. ત્રણ ઘાસ ચારા વેચાણ ની ફરિયાદ થઈ હતી જેમાં ધરણીધર સોસાયટી કૃષ્ણનગર પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરાયેલ છે અને ૩૬૬૦ કિલોગ્રામ ઘાસચારો જપ્ત કરેલ છે.
૩૬ જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવેલ. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ બાંધીને રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે તેની તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવે છે.
રખડતા પશુત્રાસ અટકાવ અને નિયમનના કાયમી નિરાકરણના ભાગરૂપે સર્વગ્રાહી પગલાઓ સમાવિષ્ટ કરતી “પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી-૨૦૨૩”ના મ્યુનિ.કોર્પો.જનરલ બોર્ડ ઠરાવ નં – ૩૦૦ તા.૦૯૦૮ ૨૦૨૩ તથા સ્ટે.ક.ઠ.નં.૩૭૩ તા.૧૩/૦૭/૨૦૨૩ થી મંજુર થયેલ છે. જેમાં સમાવિષ્ટ અનેકવિધ પગલાઓ તથા પશુપાલકો / પશુમાલિકો જોગ સંદેશ / સુચનાઓ આપતી જાહેર નોટિસ તા.૨૫/૦૭/૨૦૨૩ના દૈનિક વર્તમાનપત્ર “સંદેશ” તથા તા.૨૬/૦૭/૨૦૨૩ના “ગુજરાત સમાચાર”માં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તેમજ તા.૦૨/૦૮ ૨૦૨૩ના રોજ કોર્પોના સ્માર્ટસીટી હસ્તકના ૧૨૬ VMD બોર્ડ પ૨ સંદેશ | માહિતી પ્રસિધ્ધ કરાયેલ છે. . રાજય સરકાર ધ્વારા બનાવેલ પોલીસીની અમલવારી તા.૦૧/૦૯ ૨૦૨૩થી શરૂ કરાયેલ હોવાથી શહેરમાં પશુ રાખવાની જગાની જોગવાઇ કરી તેમજ પશુમાલિક તથા પશુની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાવવાની લાયસન્સ પરમીટ ૪ માસમાં મેળવી લેવા તા.૩૦/૦૮/૨૦૨૩ના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશ ’અને ‘ગુજરાત સમાચાર’માં પશુપાલકો જોગ જાહેર નોટિસ આપી IEC સહિતની કામગીરીઓ કરાયેલ છે. મ્યુનિ.કોર્પોના ટવીટર, ઇન્ટાગ્રામ વિગેરે સોશીયલ મીડીયા ધ્વારા પણ સદર પોલીસીનો પ્રચાર / પ્રસાર કરાયેલ છે. IEC પ્લાન મુજબ પ્રચાર/પ્રસારની કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે.
મંજુર થયેલ પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવી લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઇજનેર, સીએનસીડી,યુસીડી, ટેક્ષ જેવા તમામ વિભાગોની ઝોન ધ્વારા સંયુકત કામગીરીઓ કરવા વિકેન્દ્રીત કરી ઝોનના ડે.મ્યુનિ.કમિશનરના સુપરવિઝન હેઠળ સુચનાત્મક ઓફિસ ઓર્ડર નં-૭૭/૧ તા.૨૯|૦૮/૨૦૨૩થી હુકમો મ્યુનિ.કમિશનરશ્રી દ્વારા વેબસાઇટ પર પ્રસિધ્ધ કરી. સદર પોલીસીની તા.૦૧/૦૯/૨૦૨૩થી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી કામગીરીઓ હાથ ધરાયેલ છે.