ભૂપેશ બઘેલે છત્તીસગઢને ગાંધી પરિવારનું ATM બનાવી દીધું છે : અમિત શાહ

Spread the love

કોંગ્રેસ પર શાબ્દિક વાર કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, છત્તીસગઢની પ્રજાને કહું છું કે, આગામી ચૂંટણી છત્તીસગઢને સંભાળીને રાખવાની ચૂંટણી છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની ભૂપેશ બઘેલ સરકાર સામે આરોપપત્ર જાહેર કરી દીધું હતું.

માત્ર ભાજપ જ રાજ્યને કોંગ્રેસના અત્યાચાર, લૂંટ અને કુશાસનથી બચાવી શકે છે. ભપેશ બઘેલે છત્તીસગઢને ગાંધી પરિવારનું ATM બનાવી દીધું છે. રાજ્યને વિકાસના રસ્તાથી બીજા રસ્તે ભટકાવી દીધુ છે. રાજ્યમાં ભાજપ સરકારનું શાસન આવશે તો ભ્રષ્ટાચાર કરનારને ઊંધા લટકાવીને સીધા કરી દેશે.

છત્તીસગઢને એટલા માટે અલગ રાખી દેવામાં આવ્યું હતું કારણ કે, આ રાજ્યનો વિકાસ થાય. વર્ષ 2018માં બઘેલ સરકાર બની ત્યારે વડાપ્રધાન મોદીનો સાથ આપવાના બદલે અલગ સરકાર બનાવી દીધી. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં 11 બેઠક પર જીત મેળવી છે. કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સરકાર બને એ પહેલા છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે. હું છત્તીસગઢના લોકોને વચન આપુ છું કે, જો ભાજપ સત્તા પર આવશે તો બે વર્ષમાં દરેક ઘરમાં પીવાનું પાણી મળી રહેશે. આદિવાસીઓની સુરક્ષા કરીશું એ વચન છે. એવું તેમણે કહ્યું હતું પણ ધર્મ પરિવર્તન થતું રહ્યું છે. હવે છત્તીસગઢની પ્રજાએ નક્કી કરવાનું છે કે, યુવાનોના કૌશલ્ય વિકાસના નામે ઓન લાઈન ટ્રેનિંગ કરાવતી સરકાર જોઈએ છે કે બીજી?

અટલ બિહારી વાજપેયે છત્તીસગઢની રચના કરી હતી. આ રાજ્યને કૌભાંડ અને ભ્રષ્ટાચારથી ભાજપ જ બચાવી શકે છે. વિદ્યાર્થીઓને જે લેપટોપ આપવામાં આવ્યા હતા. એ બધા ભૂપેશ બઘેલ ખાઈ ગયા. વર્ષ 2004થી 2014 સુધી મનમોહનસિંહની સરકાર હતી. શું મળ્યું દસ વર્ષમાં માત્ર 77 કરોડ રૂપિયા. પણ મોદી સરકારે માત્ર નવ વર્ષમાં 2 લાખ 38 હજાર કરોડ આપ્યા છે. ભૂપેશ બઘેલથી અમારી પંદર વર્ષની સરકારની તુલનામાં અડધું કામ પણ થયું નથી. અમે દસ વર્ષમાં 38 લાખ લાભાર્થીઓને સાત હજાર કરોડ મોકલવાનું કામ કર્યું છે. રાજ્યમાં એક વખત ભાજપ સરકાર બની ગયા બાદ દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચશે. આ રાજયના મુખ્યમંત્રી ચાંપલુસી અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે. તેમણે કહ્યું હતું કે, દેવું માફ થશે પણ થયું નથી. અમારી સરકાર ચરણપાદુકા યોજના લાવી હતી. સંપૂર્ણ રીતે દારૂબંધીનો વાયદો કર્યો હતો. પણ 2161 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com