અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ૨ અંગદાન :૨ દિવસમાં ૫ જરૂરિયાતમંદોને નવજીવન : સ્ટ્રોકના કારણે બ્રેઇનડેડ થયેલ ૩૦ વર્ષના અવધૂત બાહરેના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

Spread the love

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અંગદાન દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા કટિબદ્ધ :- ડૉ.રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે.ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે.આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના અવધૂત બાહરે નામના વ્યક્તિને સ્ટ્રોક આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અહીં સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી.જેથી અંગોના રીટ્રાવેલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ અંગદાન થકી પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન સાથે જોડાયેલ સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક અંગદાનની પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે કટિબદ્ધ છે.આજે દિલિપ દેશમુખ (દાદા)ની ઉપસ્થિતિમાં હોસ્પિટલમાં ૧૩૦ મું અંગદાન થયું છે તેમ ડૉ. જોશીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com