પ્લાસ્ટીક ચમચીનો ૨૯ કી.ગ્રા. જેટલો જથ્થો પકડાયો : છેલ્લા અઠવાડિયામાં કુલ ૩૪૯ એકમોને નોટીસ આપી કુલ ૧,૫૪,૮૦૦ વહીવટી ચાર્જ વસૂલ
અમદાવાદ
અ.મ્યુ.કો.ના પૂર્વઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ઓઢવ વોર્ડમાં આવેલ ગોપીનાથ એસ્ટેટમાં યુનીટોની તપાસ કરતા ધારા પ્લાસ્ટિક, પ્લોટ નં.બી/૩૮, ગોપીનાથ એસ્ટેટમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટીક ચમચીનો ૨૯ કી.ગ્રા. જેટલો જથ્થો મળી આવતા જથ્થો જપ્ત કરી યુનીટ સીલ કરવામાં આવેલ છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.વધુમાં છેલ્લા અઠવાડીયા દરમ્યાન જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા ૧૯૩ એકમોને નોટીસ આપી કુલ રૂ.૮૯,૫૦૦/- અને સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો ઉપયોગ કરતા ૧૫૬ એકમોને નોટીસ આપી કુલ રૂ.૬૫,૩૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. આમ કુલ ૩૪૯ એકમોને નોટીસ આપી કુલ ૧,૫૪,૮૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. છેલ્લા અઠવાડીયા દરમ્યાન જાહેર રોડ ઉપર કચરો ફેંકી ન્યુસન્સ કરવા બદલ અને સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કુલ ૧૨ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.