અમદાવાદ
રાજય સરકાર ધ્વારા મંજુર થયેલ પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવી લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઇજનેર, સીએનસીડી,યુસીડી, ટેક્ષ જેવા તમામ વિભાગો તથા શહેર પોલીસ કિંમશનર દ્વારા ફાળવેલ ઝોન પોલીસ સ્ટાફની ટીમો બનાવી એન્ફોર્સમેન્ટ સહિતની સંયુકત કામગીરીઓ કરવા ઝોનના ડે.મ્યુનિ.કમિશનર આસી.મ્યુનિ.કમિશનરના સુપરવિઝન હેઠળ સંયુક્ત કામગીરીઓ શરૂ કરાયેલ છે.
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી અન્વયે શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારો ભાર્ગવ રોડ, મેમકો, ઘોડાસર, નિકોલ, સુખીપુરા, સરદારનગર / ડાયમંડપાર્ક નરોડા, વટવા જી.આઇ.ડી.સી., રામોલ, રામેશ્વર, ચાણકયપુરી, થલતેજ, રાહુલ ટાવર, વસ્ત્રાપુર, નવરંગ ફ્લેટ નરોડા, ખોખરા, રામોલ, ઘુમા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ, બાપુનગર, સરેઆમ રોડ ખોડીયાર મંદિર, ગેબનશાપીર દરગાહ વટવા, રામનગર, નરોડા અને બાપુનગર, વસ્ત્રાલ આર.ટી.ઓ., સુખરામનગર, અમરાઇવાડી, મણીનગર ક્રોસીંગ, કેકે નગર રોડ, અને મીર્ચી રોડ, મેમનગર, સરખેજ સરેઆમ રોડ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ ૧૪૦ પશુઓ પકડવામાં આવેલ છે. ૪૭૨૫ કી. ગ્રા .ઘાસચારા નો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે
શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો પશુપાલકોને તાકિદ કરવામાં આવેલ છે.