અમદાવાદ
ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી | ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ નવ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ( કચરાપેટી) ન રાખતા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેમજેમન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતાં એકમો | ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત આજ તા.૦૪.૦૯.૨૦૨૩ ના રોજ અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ઉપરોકત કાર્યવાહીના ભાગ રૂપે કુલ ૫૨ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૧૭ નોટીસો ઇશ્યુ કરી, ૫.૫ કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂા.૧૮,૫૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ સો.વે.મે.ના નિયમોના ઉલ્લંઘન બદલ નીચે મુજબનું એકમને સીલ કરેલ છે.
શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતાં તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસોમાં પણ અ.મ્યુ.કો. દ્વારા સખત પગલાં લેવાની કામગીરી કરવામાં આવનાર છે.