અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ ASI દિલીપસિહ પરમાર તથા PC વિશાલકુમાર સોલંકીને મળેલ સંયુક્ત બાતમી આધારે ધોળકા રૂરલ પો.સ્ટે. વિસ્તારના મોજે સરોડા ગામ જુના વાસમાં ચોકમાં હિરાભાઇ મહેરિયાની દુકાનની બાજુમાં જાહેરમાં ખુલ્લામાં ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી/રમાડતા કુલ-૦૩ ઇસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી તથા દાવ ઉપર થી મળેલ કુલ રોકડ રૂ. ૧૦,૩૮૦/- ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ગૌતમભાઇ દિનેશભાઇ ચૌહાણ રહે. સરોડા ગામ, જુનો વાસ, ધોળકા, અમદાવાદ (૨) બળદેવભાઇ મણિલાલ ભાઈ મહેરિયા રહે-સરોડાગામ, જુનો વાસ, ધોળકા, અમદાવાદ (૩) પ્રદીપભાઇ રમેશભાઇ મહેરિયા રહે-આશોપાલવ સોસાયટી, ધોળકા, જિ-અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા,
ASI દિલીપસિંહ પરમાર,
HC અજયભાઇ બોળીયા,
HC પૃથ્વીરાજસિંહ સીસોદીયા,
PC ઘનશ્યામસિંહ રાઠોડ,
PC વિપુલ ભાઇ પટેલ,
PC વિશાલકુમાર સોલંકી,